Terror at Bondi Beach:ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર તહેવાર દરમિયાન યહૂદીઓ પર ફાયરિંગ, 10નાં મોત; 30 વર્ષમાં સૌથી મોટી માસ શૂટિંગ

0
177
Bondi Beach
Bondi Beach

Terror at Bondi Beach:ઓસ્ટ્રેલિયામાં એક ભયાનક હિંસક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સિડનીના નોર્થ બોન્ડી બીચ પર તહેવાર ઉજવી રહેલા યહૂદી સમુદાય પર બે હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાના અહેવાલ છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રવિવારે બપોરે બનેલી આ ઘટનાને પગલે બીચ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ દ્વારા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે.

Terror at Bondi Beach

Terror at Bondi Beach:સોશિયલ મીડિયા પર ડરામણા વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નોર્થ બોન્ડી બીચ પર રેતી પર લોકો જીવ બચાવવા દોડતા જોવા મળે છે. આ દરમિયાન લગાતાર ગોળીઓના અવાજો સંભળાઈ રહ્યા છે, જેનાથી ઘટના કેટલી ભયાનક હતી તેનો અંદાજ લગાવી શકાય છે.

એક અન્ય વીડિયોમાં કાળા કપડાં પહેરેલા બે યુવકો હાઈ-પાવર હથિયારો સાથે રસ્તા પર ઊભા રહી ફાયરિંગ કરતા નજરે પડે છે. આ હથિયારો શોટગન જેવા હોવાનું જણાય છે. આસપાસ હાજર લોકો ચીસો પાડતા અને ભયભીત હાલતમાં ભાગતા દેખાય છે.

Terror at Bondi Beach

Terror at Bondi Beach:એક હુમલાખોરને ગોળી, બીજો ઝડપાયો

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હુમલાખોર માનવામાં આવતાં એક વ્યક્તિને ગોળી મારી નાખ્યો, જ્યારે બીજા હુમલાખોરને જીવતો પકડી લેવામાં આવ્યો છે. હાલ બંને પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

Terror at Bondi Beach:30 વર્ષમાં સૌથી મોટી માસ શૂટિંગ

આ ઘટના ઓસ્ટ્રેલિયામાં છેલ્લા લગભગ 30 વર્ષમાં સૌથી મોટી માસ શૂટિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પહેલાં 28 એપ્રિલ 1996ના રોજ તાસ્માનિયાના પોર્ટ આર્થરમાં થયેલી માસ શૂટિંગ દેશને હચમચાવી દીધી હતી.

પોર્ટ આર્થર નરસંહારમાં માર્ટિન બ્રાયન્ટ નામના વ્યક્તિએ 35 લોકોની હત્યા કરી હતી અને 23 લોકોને ઘાયલ કર્યા હતા. આ ઘટનાના પગલે ઓસ્ટ્રેલિયામાં કડક ગન કંટ્રોલ કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા હતા.

દેશભરમાં શોકની લાગણી

બોન્ડી બીચની આ ઘટનાને પગલે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં શોક અને ભયનો માહોલ છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, જ્યારે આતંકવાદી એંગલથી પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Gujarat Political news :CM, ડે. CM અને પ્રદેશ પ્રમુખની PM મોદી–અમિત શાહ સાથે બેઠક, અચાનક દિલ્હી પ્રવાસથી રાજકીય અટકળો તેજ