Tension in The Hundred: ઈંગ્લેન્ડની વ્હાઈટ બોલ ટીમના કેપ્ટન હેરી બ્રૂકે ‘ધ હન્ડ્રેડ’ લીગની આગામી હરાજી પહેલા એક મોટું નિવેદન આપીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાની ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાં નજરઅંદાજ કરવામાં આવે તે બાબતને બ્રૂકે “શરમજનક” ગણાવી છે.
Tension in The Hundred: શું છે સમગ્ર ‘ધ હન્ડ્રેડ’ વિવાદ?
તાજેતરના રિપોર્ટ્સ મુજબ, ‘ધ હન્ડ્રેડ’ની 8 માંથી 4 ટીમો હવે IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના ફ્રેન્ચાઈઝી માલિકોની ભાગીદારી ધરાવે છે. એવી આશંકા સેવાઈ રહી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજનૈતિક તણાવને કારણે, IPL માલિકી ધરાવતી આ ટીમો 2026ની સીઝન માટે પાકિસ્તાની ખેલાડીઓ પર બોલી નહીં લગાવે.

Tension in The Hundred: IPL કનેક્શન ધરાવતી ટીમો
- માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ
- એમઆઈ લંડન (MI London)
- સધર્ન બ્રેવ
- સનરાઇઝર્સ લીડ્સ (જ્યાં હેરી બ્રૂક પોતે રમે છે)

Tension in The Hundred: હેરી બ્રૂકે શું કહ્યું?
ટી20 વર્લ્ડ કપ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં હેરી બ્રૂકે જણાવ્યું કે, “પાકિસ્તાન એક મહાન ક્રિકેટિંગ દેશ છે. હરાજીમાં તેમના 50-60 ખેલાડીઓ હશે અને જો તેમાંથી કોઈને પણ પસંદ કરવામાં ન આવે તો તે નિરાશાજનક હશે. પાકિસ્તાની ખેલાડીઓ ટુર્નામેન્ટનું સ્તર ઊંચું લાવે છે અને મોટી સંખ્યામાં દર્શકોને પણ આકર્ષે છે.”

માઈકલ વોનનો ECB ને આદેશ
પૂર્વ ઈંગ્લેન્ડ કેપ્ટન માઈકલ વોને પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ મામલે તાત્કાલિક દખલગીરી કરવી જોઈએ. કોઈપણ દેશના ખેલાડીઓનો આ રીતે બહિષ્કાર થવો જોઈએ નહીં.
ક્યારે યોજાશે હરાજી?
ક્રિકેટ ચાહકોની નજર હવે 11 અને 12 માર્ચ પર ટકેલી છે:
- 11 માર્ચ: મહિલા ટીમોની હરાજી.
- 12 માર્ચ: પુરુષ ટીમોની હરાજી.
યાદ અપાવી દઈએ કે: વર્ષ 2008 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને કારણે IPL માં પાકિસ્તાની ખેલાડીઓના રમવા પર પ્રતિબંધ છે. હવે આ જ પડછાયો ઈંગ્લેન્ડની લીગ પર પડતો દેખાઈ રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




