Temple Wearable: સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડની દુનિયામાં હવે એક અનોખું વેરેબલ ડિવાઇસ ચર્ચામાં આવ્યું છે. Zomatoના સહ-સ્થાપક દીપિન્દર ગોયલનું ‘Temple’ નામનું વેરેબલ ડિવાઇસ ભારતમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. સામાન્ય સ્માર્ટવોચની જેમ કાંડા પર પહેરવાને બદલે આ નાનું ડિવાઇસ કપાળ અને કાનની વચ્ચેની બાજુએ પહેરવામાં આવે છે.
કંપનીના જણાવ્યા મુજબ Temple શરીર અને મગજ સાથે જોડાયેલા વિવિધ બાયોમેટ્રિક સંકેતોનું સતત મોનિટરિંગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં મગજમાં થતા રક્તપ્રવાહ અને ઓક્સિજનેશન સાથે જોડાયેલા સંકેતોને માપવાની ક્ષમતાનો દાવો કરવામાં આવ્યો છે.
Temple Wearable: ઊંઘથી લઈને સ્ટ્રેસ સુધીની માહિતી

Templeનો ઉપયોગ કસરત, ઊંઘ, તણાવ, રિકવરી અને એકાગ્રતા દરમિયાન શરીર તથા મગજની સ્થિતિમાં થતા ફેરફારોને સમજવા માટે થઈ શકે છે. આ રીતે આ ડિવાઇસ પરંપરાગત સ્માર્ટવોચ કરતાં અલગ પ્રકારનું વેરેબલ ટેક્નોલોજી સોલ્યુશન બનવાનો પ્રયાસ કરે છે.
Temple Wearable: અગાઉના મોડલ કરતાં વધુ નાનું
દીપિન્દર ગોયલના જણાવ્યા મુજબ Templeની નવી આવૃત્તિ અગાઉના મોડલની સરખામણીએ અડધાથી પણ નાની બનાવવામાં આવી છે. નાનું કદ હોવા છતાં તેમાં મોનિટરિંગ ક્ષમતાઓ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Temple Wearable: 2026ના અંત પહેલાં લોન્ચની તૈયારી

Templeની લિમિટેડ એડિશન માટે પ્રી-ઓર્ડર ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. ઉપલબ્ધ માહિતી મુજબ 2026ના અંત પહેલાં તેની શિપિંગ શરૂ કરવાની તૈયારી છે. જોકે તેની અંતિમ કિંમત હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. અગાઉ તેની કિંમત આશરે ₹72 હજારથી ₹1 લાખ વચ્ચે હોવાની ચર્ચા થઈ હતી.
આ ડિવાઇસ ખરેખર સ્માર્ટવોચનો વિકલ્પ બને છે કે નહીં, તે તેના સત્તાવાર લોન્ચ બાદ તેની ચોક્કસ સુવિધાઓ, સચોટતા, કિંમત અને ઉપયોગના આધારે સ્પષ્ટ થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ખોટું ચાર્જિંગ, લોકલ ચાર્જર અને વાયરિંગમાં છેડછાડથી વધી શકે આગનું જોખમ; રાઇડ બાદ બેટરીને ઠંડી થવા દેવી જરૂરી

