Tejas accident : રાજસ્થાનના પોખરણમાં ચાલી રહેલી ‘ભારત શક્તિ યુદ્ધાભ્યાસ’માં સામેલ તેજસ ફાઈટર જેટ ક્રેશ થયું હતું. તેજસ ક્રેશ (Tejas accident) ની આ પ્રથમ ઘટના છે. જેસલમેર શહેરથી 2 કિમી દૂર જવાહર નગર સ્થિત ભીલ સમુદાયની હોસ્ટેલ પર મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે તે ક્રેશ થઈને અથડાયું હતું. ઘટના સમયે હોસ્ટેલના રૂમમાં કોઈ નહોતું. તેનાથી બહુ નુકસાન થયું નથી.

Tejas accident : આ દુર્ઘટના પોખરણમાં ચાલી રહેલી એક્સરસાઇઝ સાઇટથી લગભગ 100 કિમી દૂર જેસલમેરમાં થઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ઘણા નેતાઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે ફાઈટર પ્લેનમાં એક જ પાઈલટ હતો. તેને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ક્રેશ પહેલાં તે બહાર નીકળી ગયો હતો.

Tejas accident : સેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો
જેસલમેર શહેરથી 2 કિમી દૂર જવાહર કોલોનીમાં તેજસ ફાઈટર જેટના ક્રેશની ઘટના અંગે સેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે તેજસ ક્રેશની આ પ્રથમ ઘટના છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો