Gujarat Drugs :  ઉડતા ગુજરાત , પોરબંદરના અરબી સમુદ્રમાંથી 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ  

0
100
Gujarat Drugs
Gujarat Drugs

Gujarat Drugs : પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.

Gujarat Drugs  : ગુજરાતના પોરબંદર નજીકથી ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 450 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ મામલામાં 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

file photo

Gujarat Drugs  : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ના અધિકારીઓએ એક સૂચનાના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ ગઈકાલે રાત્રે પાકિસ્તાની નાગરિકોને ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પકડી પાડ્યા હતા.  છેલ્લા 30 દિવસમાં ગુજરાતના દરિયાકાંઠેથી પકડાયેલું ડ્રગ્સનું આ બીજું મોટું કન્સાઈનમેન્ટ છે.

file photo

Gujarat Drugs : 15 દિવસ અગાઉ પણ ઝડપાયું હતું 2000 કરોડનું ડ્રગ્સ

Gujarat Drugs

Gujarat Drugs : અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ, ગુજરાતના દરિયાકાંઠે શંકાસ્પદ પાકિસ્તાની ક્રૂ સભ્યો દ્વારા સંચાલિત બોટમાંથી ઓછામાં ઓછા 3,300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 2,000 કરોડ રૂપિયાથી વધુ હતી. ભારતીય ઉપખંડમાં માદક દ્રવ્યોની આ સૌથી મોટી જપ્તી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે અગાઉ પણ દરિયામાં અનેક ઓપરેશનમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો