Tathya Patel : ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે હવે કાનૂની કાર્યવાહી તીવ્ર બનવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટએ આ કેસમાં ત્રણ સપ્તાહની અંદર ચાર્જ ફ્રેમ કરવાની અને સાક્ષીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવાની સૂચના આપી છે. હવે આ પ્રક્રિયા 18 નવેમ્બરનાં રોજ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં હાથ ધરાશે એવી શક્યતા છે.

સુપ્રીમ કોર્ટના આ હુકમથી તથ્ય પટેલની હાઇકોર્ટમાં પેન્ડિંગ ડિસ્ચાર્જ અરજી પર કોઈ અસર નહીં થાય, પરંતુ હવે કેસની સુનાવણી અને ટ્રાયલની ગતિ તેજ થવાની આશા છે.
Tathya Patel : અકસ્માતની પૃષ્ઠભૂમિ
20 જુલાઈ, 2023ની રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આરોપી તથ્ય પટેલે પોતાની જેગુઆર કાર 141 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે હંકારી હતી અને આ બેફામ ઝડપના કારણે બનેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધી એક વ્યક્તિ કોમામાં છે.
આ ઘટનાના માત્ર સાત દિવસમાં જ પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી અને સાક્ષીઓના 164 હેઠળના નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયા હતા.

Tathya Patel : જામીન અને કોર્ટની કાર્યવાહી
તથ્ય પટેલને અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંયથી પણ નિયમિત જામીન મળ્યા નથી. જોકે તે બે વખત હંગામી જામીન પર બહાર આવી ચૂક્યો છે — એક વાર દાદાના અવસાન સમયે અને બીજી વાર માતાના ઓપરેશન માટે.
તેની સામે લાગેલી IPC કલમો 304 (અમાનુષ્ય હત્યા સમાન ગુનો) કે 304A (બેદરકારીથી મોત) લાગવી જોઈએ કે નહીં તે અંગેની રિવિઝન અરજી હાલ ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. હાઇકોર્ટે ચાર્જફ્રેમ વિરુદ્ધ વચગાળાની રાહત યથાવત રાખી હતી.

Tathya Patel : ચાર્જફ્રેમ બાદ કેસની આગળની સુનાવણી
રાજ્ય સરકારે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરતા ફક્ત સાત દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. પરંતુ હાઇકોર્ટમાં રિવિઝન અરજી પેન્ડિંગ હોવાથી ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 18 નવેમ્બરથી ચાર્જફ્રેમની કાર્યવાહી શરૂ થશે, ત્યારબાદ સાક્ષીઓની જુબાની લઈ કેસની ટ્રાયલ શરૂ થશે.
Tathya Patel : તથ્ય પટેલ હાલ જેલમાં
અકસ્માત બાદ તથ્ય પટેલને ઝડપીને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. તેને હવે બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
આ કેસે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું — કારણ કે એમાં હાઈ-સ્પીડ લક્ઝરી કાર, પ્રભાવશાળી પરિવારના સંતાન અને અનેક નિર્દોષ જીવના મોતનો પ્રશ્ન જોડાયેલો છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો
Peanut Abundance, Price Shock:મગફળીનો મબલખ પાક છતાં સિંગતેલના ભાવ આસમાને! ડબ્બો 2500ને પાર.




