ઘરેલું ઉપચારથી પીળા દાંતથી કેવી રીતે મેળવશો છુટકારો

0
275

ઘરેલું ઉપચાર થી આપણે અનેક બીમારીઓ અને સમસ્યાઓને દુર કરી શકીએ છીએ. પીળા દાંત તમારી ચેહરાની સુંદરતામાં દાગ સમાન છે. જ્યારે આપ કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તેમનું સૌપ્રથમ ધ્યાન તમારા દાંત પર જાય છે. ત્યારે ક્યારેક એવું પણ બને કે પીળા દાંતને કારણે તમારે શરમ અનુભવવી પડે. તેનાથી માત્ર તમારો આત્મવિશ્વાસ ઘટતો નથી પરંતુ તમારા ચહેરાની સુંદરતા પર પણ અસર પડે છે.  ઉમર વધવાની સાથે સમય જતાં દાંત પીળા પડવાએ બાબત સામાન્ય છે. પરંતુ  હવે પીળા દાંતથી ગભરાવાની જરૂર નથી. અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપચાર લાવ્યા છીએ જેનાથી તમારા દાંત પીળા પડતા બચાવી શકો છો અને તે ચની જેમ ચમકવા લાગશે.

સફેદ મોટી જેવા દાંત કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપચારો :

દાતણ :

આપણા ઘરડા લોકો હમશા દાતણથી દાંત સાફ કરતા અને દાંતને લાંબો સમય મજબુત અને સ્વસ્થ રાખતા. સવારે ઉઠીને બ્રશની જગ્યાએ દાતણથી દાંત સાફ કરશો તો ઘણા ફાયદા થશે. આ પેઢા અને દાંતને મજબૂત બનાવે છે અને દાંતની પીળાશ પણ દૂર કરે છે. લીમડો અને બાવળનું શ્રેષ્ઠ વિકલ્પ છે. એમેઝોન જેવી કંપની પણ ઓનલાઈન દાતણનું વેચાણ કરે છે.

લીંબુ અને સરસવ (સરસ્યુંનું તેલ) :

SARSIYU

આખું મીઠું (રોક સોલ્ટ)માં  આયર્ન, આયોડિન, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં મળે છે. તે દાંતના પીળા પડવાની સમસ્યા અને પાયોરિયા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સરસવ (સરસ્યું)ના તેલમાં સેંધા મીઠું ભેળવીને દરરોજ દાંત પર માલિશ કરવાથી તમને થોડા દિવસોમાં જ દાંતમાં ફરક દેખાશે. 

        નારંગી અને લીંબુની છાલ :

ORANGE

નારંગી અને લીંબુ ખાટ્ટા હોવાથી તેમાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી મળે છે. તેની છાલમાં રહેલો  જ્યુસ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે તેની છાલ સુકવીને તમારા દાંત પર ઘસો તો ચોક્કસથી તફાવત જોવા મળશે, આ ઉપાય તમે અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકો છો. આ ઉપાયથી તમારા દાંત જલ્દી જ સફેદ થવા લાગશે.

        તમાલપત્ર :

TAMAL

તમાલપત્ર એ દરેકના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. તમાલપત્ર પીળા દાંતને સફેદ કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. તમારા દાંત પર તેનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમાલપત્રને સારી રીતે વાટી લો ત્યાર બાદ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા દાંત પર ઘસો, થોડા દિવસમાં ચોક્કસ આપને ફરક જોવા મળશે.

હેલ્થને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો –

રોજ બદામ ખાઓ અને ઉતારો તમારું વજન

આખા ધાણા કરે છે વજન અને સુગર કંટ્રોલ કરવામાં મદદ, જાણો અન્ય ફાયદા

મહિલાઓ માટે વજન ઘટાડવાની 5 સરળ ટિપ્સ, ઝડપથી ઉતરશે વજન

HIV એડ્સની રસીના પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ  

ઝડપથી વજન ઘટાડવું છે? અજમાવો આ તરકીબ 15 દિવસમાં જોવા મળશે ચમત્કાર

 જમ્યા પછી પેટ લાગે છે ભારે ભારે? તો આ રહ્યા આયુર્વેદિક ઉપાય