Taj Mahal: તાજમહેલ ખતરામાં? મુમતાઝની કબર પર જોવા મળ્યું કંઈક આવું, CISF – ASI હચમચી  

0
108
Taj Mahal: તાજમહેલ ખતરામાં? મુમતાઝ-શાહજહાંની કબર પર જોવા મળ્યું કંઈક આવું, CISF - ASI હચમચી  
Taj Mahal: તાજમહેલ ખતરામાં? મુમતાઝ-શાહજહાંની કબર પર જોવા મળ્યું કંઈક આવું, CISF - ASI હચમચી  

Taj Mahal in danger : સતત વરસાદને કારણે આગ્રાના લોકોની મુશ્કેલી વધી ગઈ છે. તાજનગરીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે ખુદ જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાની કાર છોડીને ટ્રેક્ટરમાં પાણી ભરેલો રસ્તો ક્રોસ કરી રહ્યા છે. જેના કારણે પ્રેમનું પ્રતિક તાજમહેલ પણ વરસાદથી અસ્પૃશ્ય રહ્યો નથી.

સતત વરસાદને કારણે તાજમહેલના બગીચા પાણીથી ભરાઈ ગયા હતા અને તાજમહેલના મુખ્ય ગુંબજમાંથી પણ પાણી ટપકવા લાગ્યું હતું. જેના કારણે ગુંબજ નીચેની કબર પણ ભીની થઈ ગઈ હતી. જે બાદ પ્રવાસીઓએ CISF ને તાજના મુખ્ય ગુંબજમાંથી પાણી ટપકવાની ફરિયાદ કરી હતી. હવે તાજમહેલના મુખ્ય ગુંબજમાંથી પાણી ટપકવાને લઈને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે.

Taj Mahal: તાજમહેલ ખતરામાં? મુમતાઝ-શાહજહાંની કબર પર જોવા મળ્યું કંઈક આવું, CISF - ASI હચમચી  
Taj Mahal: તાજમહેલ ખતરામાં? મુમતાઝ-શાહજહાંની કબર પર જોવા મળ્યું કંઈક આવું, CISF – ASI હચમચી  

સતત વરસાદ Taj Mahal માટે આફત બની

પ્રવાસીઓ તાજમહેલ (Taj Mahal) ના મુખ્ય ગુંબજની અંદર શાહજહાં અને મુમતાઝની કબરોની મુલાકાત લે છે. પરંતુ સતત વરસાદ બાદ હવે મુખ્ય ગુંબજમાંથી પાણી ટપકતું જોવા મળ્યું હતું. આ પછી ASI કમર કસી છે. તાજના ગુંબજમાંથી વરસાદી પાણી ટપકતાં ASIએ પણ તપાસ શરૂ કરી છે.

બીજી તરફ તાજમહેલ (Taj Mahal) ની અંદરના બગીચાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વરસાદના કારણે તાજ બગીચામાં પણ પાણી ભરાયા હતા. પ્રવાસીએ આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

કાટ લાગવાની સંભાવના

હવે ASI અધિકારીઓએ પણ તાજના મુખ્ય ગુંબજમાંથી પાણી ટપકવાના મામલે પ્રતિક્રિયા આપી છે. ASI સુપરિન્ટેન્ડેન્ટ રાજકુમાર પટેલે જણાવ્યું કે ટીમ સાથે તાજમહેલની છત અને ગુંબજની તપાસ કરવામાં આવી છે.

તાજમહેલના મુખ્ય ગુંબજ પર ધાતુનો કલશ છે. એવી આશંકા છે કે ધાતુના કલરને કાટ લાગ્યો હશે, જેના કારણે પથ્થરમાં તિરાડ પડી હશે અને પછી વરસાદનું પાણી અંદર ઘૂસી ગયું હશે. ભવિષ્યમાં વરસાદી પાણી વહી ન જાય ત્યાર બાદ ટૂંક સમયમાં તેનું સમારકામ કરવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો