Taiwan : તાઇવાન અને જાપાનમાં 7.5 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અત્યાર સુધી 4 લોકોના મોત, 50 ઘાયલ    

0
60
Taiwan
Taiwan

Taiwan :  આજે વહેલી સવારે તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઈન્સમાં પણ અનુભવાયા હતા. તાઈવાનમાં અત્યારસુધી ચાર લાકોના મોત થયા છે. 50 લોકો ઘાયલ થયા છે.

Taiwan

Taiwan :  તાઈવાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, પૂર્વ તાઈવાનના હુલિએન શહેરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું. ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, લેન્ડ સ્લાઈડ પણ થયું હતું. ઘણા આફ્ટરશોક્સ પણ આવ્યા છે. તેમાંથી સૌથી તેજ 6.5ની તીવ્રતાનો આફ્ટરશોક હતો.

Taiwan

ભૂકંપનું કેન્દ્ર પૂર્વ તાઈવાનના હુલિએન શહેરમાં હતું. તાઈવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર, 25 વર્ષમાં તાઈવાનમાં આવેલો આ સૌથી ખતરનાક ભૂકંપ છે. આ પહેલાં 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 2 હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં.

Taiwan :  તાઈવાનમાં 10 હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ

Taiwan


તાઈવાનના મીડિયા અનુસાર, તાઈવાનમાં 10 હજારથી વધુ ઘરો વીજળી ગુલ થઈ છે. ભૂકંપના કારણે વાયરો અને પાવર પ્લાન્ટને નુકસાન થયું છે. વીજ પાવર સપ્લાય ફરીથી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

Taiwan :  ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

Taiwan


Taiwan :   તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ચીનના શાંઘાઈ સુધી અનુભવાયા હતા. ચીનના મીડિયાનું કહેવું છે કે ભૂકંપ ચીનના ફુઝુ, શિયામેન, ઝુઆનઝુ અને નિંગડેમાં પણ અનુભવાયો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો