T20 World Cup 2026 Semifinal:ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિ-ફાઈનલ આજે, 4 માર્ચ (બુધવાર) ના રોજ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આ મુકાબલામાં ફાઈનલની ટિકિટ મેળવવા માટે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાશે.
T20 World Cup 2026 Semifinal:ન્યૂઝીલેન્ડ સામે 19 વર્ષનો કડવો ઈતિહાસ

ન્યૂઝીલેન્ડ માટે આ મેચ માત્ર સેમિ-ફાઈનલ નથી, પરંતુ એક મોટો ઈતિહાસ બદલવાની તક છે. આંકડાઓ પર નજર કરીએ તો:
- વર્લ્ડ કપમાં રેકોર્ડ: 2007 થી 2026 સુધી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ ક્યારેય સાઉથ આફ્રિકાને હરાવી શક્યું નથી.
- 5-0 નો સ્કોર: બંને ટીમો વર્લ્ડ કપમાં 5 વાર ટકરાઈ છે અને પાંચેય વખત આફ્રિકાનો વિજય થયો છે.
- તાજેતરનું ફોર્મ: આ જ ટૂર્નામેન્ટમાં ચેન્નાઈ ખાતે રમાયેલી ગ્રુપ મેચમાં પણ આફ્રિકાએ કીવી ટીમને 7 વિકેટે પછાડી હતી.
T20 World Cup 2026 Semifinal:હેડ-ટુ-હેડ આંકડા (T20I)
| વિગત | સાઉથ આફ્રિકા | ન્યૂઝીલેન્ડ |
| કુલ મેચ | 19 | 19 |
| જીત | 12 | 07 |
| કેપ્ટન | એડન માર્કરામ | મિચેલ સેન્ટનર |
T20 World Cup 2026 Semifinal:બંને ટીમોની વ્યૂહરચના
સાઉથ આફ્રિકા: એડન માર્કરામની આગેવાનીમાં આફ્રિકન ટીમ આ વર્લ્ડ કપમાં હજુ સુધી અજેય રહી છે. તેમની નજર સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચવા પર છે.
ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનરની ટીમ પાકિસ્તાનને નેટ રન રેટમાં પછાડીને અહીં સુધી પહોંચી છે. ઈડન ગાર્ડન્સની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર કીવી સ્પિનરો ઉલટફેર કરવાની ક્ષમતા ધરાવે છે.
બીજી સેમિ-ફાઈનલ: ભારત vs ઈંગ્લેન્ડ
ક્રિકેટ પ્રેમીઓ માટે ડબલ ધમાકો છે, કારણ કે આવતીકાલે એટલે કે 5 માર્ચ (ગુરુવાર) ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમિ-ફાઈનલમાં યજમાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે.
આ પણ વાંચો :યુદ્ધના ડરે સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારો સોના તરફ વળ્યા; સોનું ₹2500 ઉછળ્યું




