T20 World Cup 2026:ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપમાં પોતાનું વિજયી અભિયાન જારી રાખતા વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે જ ભારતે સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. હવે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાઈ-વોલ્ટેજ સેમીફાઈનલ મુકાબલો રમાશે.
T20 World Cup 2026:સંજુ સેમસનનો વન-મેન શો: 97 રનની મેચ વિનિંગ ઇનિંગ*

196 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ઓપનર અભિષેક શર્મા અને ઈશાન કિશન માત્ર 10-10 રન બનાવી આઉટ થઈ ગયા હતા. તિલક વર્મા (27 રન) અને સૂર્યકુમાર યાદવ (18 રન) પણ મોટી ઇનિંગ રમી શક્યા નહોતા.
પરંતુ એક છેડો સાચવીને ઉભેલા સંજુ સેમસને મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે માત્ર 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવી ભારતને જીત અપાવી હતી.
T20 World Cup 2026:વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર અને ભારતની બોલિંગ
ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા.
- રોસ્ટન ચેઝ: 40 રન
- જેસન હોલ્ડર: 37* રન
- રોવમેન પોવેલ: 34* રન
- હોલ્ડર અને પોવેલ વચ્ચે 5મી વિકેટ માટે 35 બોલમાં 76* રનની તોફાની ભાગીદારી થઈ હતી.
- ભારત તરફથી સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ કરતા 2 મહત્વની વિકેટ ઝડપી હતી.
T20 World Cup 2026:વર્લ્ડ કપનું હવે પછીનું શેડ્યૂલ
ભારતની જીત સાથે જ સેમીફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે:
| મેચ | ટીમ | તારીખ | સ્થળ |
| પ્રથમ સેમીફાઈનલ | સાઉથ આફ્રિકા vs ન્યૂઝીલેન્ડ | 4 માર્ચ | – |
| બીજી સેમીફાઈનલ | ભારત vs ઇંગ્લેન્ડ | 5 માર્ચ | વાનખેડે, મુંબઈ |
| ફાઈનલ | સેમીફાઈનલના વિજેતાઓ વચ્ચે | 8 માર્ચ (રવિવાર) | – |
આ પણ વાંચો :યુદ્ધ ના અટક્યું તો !! ૧૦ રૂપિયા જેટલું મોંઘુ થઇ શકે છે પેટ્રોલ ડીઝલ




