સ્વીડન જલ્દી નાટોનું સભ્ય બનશે : અમેરિકા

0
81

તુર્કીને વાંધો દૂર કરવા અપીલ કરાઈ છે : અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપતિએ જો બાઈડેને સ્વીડનને ખાતરી આપતા કહ્યું હતું કે, “સ્વીડન ટૂંક સમયમાં નાટોમાં સામેલ થશે. આ અંગે તુર્કીને વાંધો દૂર કરવા માટે અપીલ કરાઈ છે.” જો બાઈડને કહ્યું હતું કે, ફિનલેન્ડ અને ટૂંક સમયમાં સ્વીડનના પ્રવેશથી નાટો વધુ મજબૂત બનશે.” મહત્વનું છે કે, અગાઉ અમેરિકાએ તુર્કીને વિનંતી કરી હતી કે, તે નાટોમાં સ્વીડનના પ્રવેશને તાત્કાલિક અંતિમ સ્વરૂપ આપે. સ્વીડને તેની સદસ્યતા અંગે તુર્કીના વાંધાઓને દૂર કરવા માટે પહેલાથી જ મહત્વપૂર્ણ પગલા લીધા છે.