swearing in ceremony : લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લેશે. આ માટે પાડોશી દેશોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોદીની શપથવિધિમાં દેશભરમાંથી પણ અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો તેમજ બિઝનેસમેન અને કલાકારો પણ ઉપસ્થિત રહેશે. આજે અમે તમને વડાપ્રધાનની શપથવિધિની અનેકમાહિતી આપીશું જે તમારા માટે જાણવી ખુબ જરૂરી છે…
swearing in ceremony : નરેન્દ્ર મોદી 9 જૂન 2024ના રોજ સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરીકે અને બાકીના 11 સ્વતંત્ર હવાલો અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે.
1 ) શુભ મુર્હુતમાં શપથ વિધિ – swearing in ceremony :
નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની શપથવિધિ માટે 9 જૂનનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે આ દિવસે તિથિ જેઠ સુદ ત્રીજ છે અને રવિવારનો વાર છે. નક્ષત્ર પુનર્વસુ છે, જે દેવગણનું નક્ષત્ર છે. તમામ શુભ સ્થિર કાર્યોમાં એને માનવામાં આવ્યું છે, એથી પણ વિશેષ કે પ્રભુ શ્રીરામનો જન્મ પણ પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો, સાથે સાથે વૃદ્ધિ યોગ છે, કરણ વણિજ છે અને અમૃત યોગ નૈમિત્તિક યોગ બની રહ્યા છે. આ ઉપરાંત ઈષ્ટ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે. ભારતની કુંડળીની પણ ચંદ્ર રાશિ કર્કરાશિ છે. એની સાથે સંમેલિત કરીને ચંદ્ર રાશિ પણ કર્ક ગ્રહણ કરવામાં આવી છે.
૨ ) કોને કોને અપાયું આમંત્રણ ? – swearing in ceremony :
શ્રીલંકાના રાષ્ટ્રપતિ – રાનિલ વિક્રમસિંઘે
માલદીવના રાષ્ટ્રપતિ – ડો મોહમ્મદ મુઇઝુ
સેશેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ – અહેમદ અફિક
બાંગ્લાદેશના વડાપ્રધાન – શેખ હસીના
મોરેશિયસના વડાપ્રધાન – પ્રવિંદકુમાર જુગનુથ
નેપાળના વડાપ્રધાન – પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’
ભૂતાનના વડાપ્રધાન – શેરિંગ ટોબ્ગે
૩ ) સુરક્ષાવ્યવસ્થા કેવી છે ? – swearing in ceremony :
સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે. દિલ્હી પોલીસ અધિકારીઓએ સમારોહને ધ્યાનમાં રાખીને સુરક્ષા યોજનાઓ બનાવવા માટે પોલીસ હેડક્વાર્ટર અને નવી દિલ્હી જિલ્લામાં ઘણી બેઠક યોજી હતી. શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ ભવનની અંદર થવાનું છે, તેથી પરિસરની અંદર અને બહાર ત્રણ સ્તરીય સુરક્ષા રહેશે. દિલ્હી પોલીસના જવાનોને ‘આઉટર સર્કલ’ પર તૈનાત કરવામાં આવશે, ત્યારબાદ અર્ધલશ્કરી દળો અને રાષ્ટ્રપતિ ભવનના આંતરિક સુરક્ષા કર્મચારીઓને ‘ઇનર સર્કલ’માં તૈનાત કરવામાં આવશે. દિલ્હીના મધ્ય ભાગ તરફ જતા ઘણા રસ્તાઓ રવિવારે બંધ થઈ શકે છે અથવા સવારથી જ ટ્રાફિક બદલાઈ શકે છે. શનિવારથી જ રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર ચેકિંગ વધારવામાં આવશે.
4 ) એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટને આમંત્રણ – swearing in ceremony :
એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-સોલાપુરથી વંદે ભારત ટ્રેન ચલાવતી સુરેખા યાદવ શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરાયેલા 10 લોકો પાયલટમાંથી એક છે
5 ) ક્યારે શરુ થશે સંસદનું સત્ર – swearing in ceremony :
18મી લોકસભાનું પ્રથમ સત્ર 15મી જૂનની આસપાસ શરૂ થઈને 22મી જૂને સમાપ્ત થવાની શક્યતા છે. ગૃહના સભ્યો તરીકે નવા સાંસદોના શપથ ગ્રહણ સાથે પ્રથમ સત્ર શરૂ થશે. શપથગ્રહણ બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. આ પછી નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.
6 ) મંત્રીમંડળ કેવું હોઈ શકે છે ? – swearing in ceremony :
માનવામાં આવે છે કે 3 ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ સિવાય એનસીપી, એલજેપી અને જેડીએસના ક્વોટાના કેબિનેટ મંત્રીઓ શપથ લઈ શકે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો