સ્વચ્છતા હી સેવા’ અભિયાન બે મહિના સુધી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે

0
57
સ્વચ્છતા હી સેવા’ અભિયાન બે મહિના સુધી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે
સ્વચ્છતા હી સેવા’ અભિયાન બે મહિના સુધી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે

સ્વચ્છતા હી સેવા’ અભિયાન રાજ્યભરમાં આગામી બે મહિના સુધી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે .વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા.૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આહૃવાનને સફળ બનાવવા ગુજરાતને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, “દરેક વ્યક્તિએ પોતાનો સફાઈ કામદાર થવું જોઈએ અને પોતાનો કચરો પોતે જ ઉઠાવવો જોઈએ”. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય દ્વારા પણ આ અભિયાનને વધુમાં વધુ વ્યાપક બનાવવા જનભાગીદારી થકી વિવિધ સફાઈ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને આ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને વધુ સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમ સાથે  રાજ્યની સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વિવિધ એસોશિએશનો સ્વેચ્છાએ સહભાગી થઇને ગુજરાતને વધુ સ્વચ્છ બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યાં છે. આગામી બે માસ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવા    ગીર સોમનાથ, પોરબંદર, છોટાઉદેપુર, હિંમતનગર, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રગનર, અમરેલી, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકા સહિત વિવિધ શહેરોના જાહેર સ્થળો, તીર્થધામો,ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાળા-કોલેજમાં સ્વચ્છતાની થીમ પર મેગા ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ