surrogacy : દુનિયામાં સંતાન ઈચ્છુક માતાપિતા માટે સ્વર્ગ સમાન ગણાતો દેશ યુક્રેન આજકાલ ભારે તકલીફોનો સામનો કરી રહ્યું છે, રશિયા અને યુક્રેન યુદ્ધમાં કારણે સરોગસી દ્વારા બાળકને જન્મ આપવાના કેસમાં મોટો ઘટાડો આવ્યો છે, જેના કારણે આર્થીક મજબૂરીના કારણે પોતાની કોખને ભાડે આપતી મહિલાઓ માટે આર્થીક સંકટ પણ ઉભું થયું છે.
એક સમયે યુરોપમાં કોમર્શિયલ સરોગસી માટે યુક્રેન સૌથી પસંદગીનું સ્થળ હતું. પરંતુ જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી યુક્રેનમાં સરોગસી દ્વારા જન્મેલા બાળકોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો થયો છે. તેથી જ હવે સંતાન ઈચ્છુક યુગલો યુક્રેનને બદલે જ્યોર્જિયા તરફ વળ્યા છે. આ કારણે જ્યોર્જિયામાં સરોગસીની કિંમતમાં ભારે વધારો થઈ રહ્યો છે. પરંતુ તેના કારણે મહિલાઓ પર દબાણ વધી રહ્યું છે. કારણ કે સરોગસી માટે ઘણી વિદેશી મહિલાઓની પણ ભરતી કરવામાં આવી રહી છે.
surrogacy : કોખ ભાડે આપવા માટે કેટલા પૈસા મળે છે ?
જ્યોર્જીયાની વાત કરવામાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન કોખ ભાડે આપનાર મહિલાને અંદાજીત દર મહિને 500 ડોલર મળે છે, આ સાથે બાળકના જન્મ પછી અંદાજીત 15 હજાર ડોલરની રકમ આપવામાં આવે છે, આ મહિલાઓ પોતાની આર્થીક મજબૂરી અને પૈસાની જરૂરિયાતના કારણે આ વ્યાપારમાં વધુ આવતી હોય છે . તમને જણાવી દઈએ કે સરોગસી અથવા કોખને ભાડે આપવાનો ધંધો વિશ્વભરમાં કરોડો ડોલરનો છે.
surrogacy : શું છે સરોગેસી ?
સરોગસીની પ્રક્રિયા દરમિયાન, લેબમાં બાળક ઈચ્છતા મહત્વાકાંક્ષી માતા-પિતાના ગર્ભના ઇંડા અને શુક્રાણુઓનું મિશ્રણ કરીને ભ્રૂણ બનાવવામાં આવે છે. તેને ટેસ્ટ ટ્યુબ પણ કહેવામાં આવે છે. પછી આ ભ્રૂણને સરોગેટ માતાના ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે, એટલે કે એક મહિલા જેણે બાળકને જન્મ આપવા માટે ભાડા પર પોતાની કુખ આપે એને સેરોગેસી કહેવામાં આવે છે,
surrogacy : શું છે અત્યારની સ્થિતિ ?
યુરોપિયન દેશ જ્યોર્જિયાએ હવે યુક્રેનને યુરોપમાં સરોગસી બિઝનેસમાં ઘણું પાછળ છોડી દીધું છે, પરંતુ જ્યોર્જિયાની વસ્તી યુક્રેનની માત્ર દસમા ભાગની છે. આવી સ્થિતિમાં સરોગસી એજન્સીઓ સમગ્ર મધ્ય એશિયામાંથી મહિલાઓની ભરતી કરી રહી છે. સરોગસીના ધંધામાં જંગી રકમ સામેલ હોવાને કારણે મહિલાઓ પર તેમના ગર્ભ ભાડે આપવાનું દબાણ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
surrogacy : ભારતમાં સરોગસી માન્ય છે કે નહિ ?
ભારતમાં સરોગસી (રેગ્યુલેશન) બિલને સૌથી પહેલા 15 જુલાઈ, 2019ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને કમિટીને મોકલવામાં આવ્યું હતું. 5 ફેબ્રુઆરી, 2020ના રોજ બિલના વ્યાપક સુધારા બાદ અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2021ના શિયાળુ સત્ર દરમિયાન સંસદની બંને ચેમ્બરે આ ખરડાને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિએ તેના પર પોતાની સહી કરી અને તે ૨૦૨૨ જાન્યુઆરીમાં લાગુ થઈ ગયું હતું.
surrogacy : ભારતમાં સરોગસી દ્વારા માતા-પિતા બનેલા સેલેબ્સ
સમય વીતવાની સાથે ભારતીય ફિલ્મ સ્ટાર્સમાં બાળકો પેદા કરવા માટે સરોગેટનો ઉપયોગ કરવાની પ્રથા વધુને વધુ લોકપ્રિય બની રહી છે. સેલિબ્રિટી કપલ અથવા સિંગલ પેરેન્ટ્સ સરોગસી દ્વારા બાળકોને ઉછેરતા હોય તેવું વધુને વધુ સામાન્ય બની રહ્યું છે. આવું બોલિવુડ, કોલીવુડ સહિતના ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળે છે.
-ફરાહ ખાન – શિરીષ કુંદર (આઇવીએફ- 2008)
-આમિર ખાન – કિરણ રાવ (આઈવીએફ- 2011)
-સોહેલ ખાન – સીમા ખાન (2011)
-શાહરૂખ ખાન – ગૌરી ખાન (2013)
-લક્ષ્મી માંચુ – એન્ડી શ્રીનિવાસન (2014)
-કરણ જોહર (2017)
-સની લિયોન – ડેનિયલ વેબર (2018)
-શિલ્પા શેટ્ટી – રાજ કુંદ્રા (2020)
-પ્રીતિ ઝિન્ટા – જીન ગુડનફ (2021)
-પ્રિયંકા ચોપડા – નિક જોનાસ (જાન્યુઆરી 2022)
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો