સિવિલ કેમ્પસમાં દારૂની બોટલો #civilhospital #surat #civil #daru #newcivil – સ્માર્ટ સીટી સુરતનાં દાવા પોકળ સાબિત થયા છે. સ્માર્ટ સિટીમાં ગંદકી જોવા મળી રહી છે. સુરતમાં નવી સિવિલનાં કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સિવિલના મેન ગેટ પાસે પીવાના પાણીની ટાંકી લીક થતા ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. સિવિલના કેમ્પસમાં આવતા દર્દી આરોગતા નાસ્તાના પેકટ પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. મચ્છર જન્ય રોગોમાં હાલ વધારો જોવા મળતો હોય છે. ત્યારે જ્યાં દર્દી સારવાર માટે આવતા હોય છે.
સુરતમાં નવી સિવિલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય
મેન ગેટ પાસે પાણી પીવાની સુવિધા પાસે ગંદકી
પીવાનાં પાણીની ટાંકી લીક થતા ગંદકી ઉદ્ભવી


કેમ્પસમાં અસમાજિક તત્વોનો અડ્ડો જોવા મળ્યો
દારૂની બોટલો અને આલ્કોહોલનો ક્લાસ નજરે પડ્યો
સિવિલ કેમ્પસમાં દારૂની બોટલો
ત્યાજ ગંદકીનું સામ્રાજ્ય જોવા જોવા મળે છે. લોકોને પાણી પીવા જાવું હોય તો પણ વિચાર કરવો પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ કેમ્પસમાં અસમાજિક તત્વોનો અડ્ડો પણ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. કેમ્પસમાં દારૂની બોટલો, ઠંડા પીનાની બોટલો અને આલ્કોહોલનો ક્લાસ નજરે પડ્યો છે. ત્યારે સિવિલ તંત્ર પર અનેક સવાલો ઉભા થાય છે. કે જ્યાં જાહેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળે છે. જ્યાં હજારો લોકો અવર જવર કરતા હોય છે. ત્યાં આવા અસમાજિક તત્વો દ્વારા દારૂની મેફીલ માણવામાં આવી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે