#surat #zoo #સુરતપ્રાણીસંગ્રહાલય #summervacation #vacation સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળુ વેકેશન – સુરતમાં ઉનાળુ વેકેશનના કારણે પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની ભીડ જોવા મળી રહી છે. છેલ્લાં એક અઠવાડિયામાં 15,000 જેટલા લોકોએ મુલાકાત લીધી છે, જ્યારે રવિવારના દિવસે જ 7,000થી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા.
ફળસ્વરૂપ, માત્ર રવિવારના રોજ જ પ્રાણી સંગ્રહાલયે બે લાખથી વધુની આવક નોંધાવી છે. સમગ્ર અઠવાડિયામાં કુલ ચાર લાખ જેટલી આવક થઈ છે. ઉનાળુ વેકેશનને ધ્યાને લેતા હવે સોમવારના રોજ પણ પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રહેશે, જ્યાં સામાન્ય રીતે રજા રહેતી હતી. વધતી ભીડને કારણે ટિકિટ બારીઓ પણ વધારવાની તૈયારી છે.
સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળુ વેકેશનની ધમાલ
પ્રાણી સંગ્રહાલયમાં 15,000થી વધુ મુલાકાતીઓની ભીડ
રવિવારના દિવસે જ 7,000થી વધુ મુલાકાતીઓ પહોંચ્યા
અઠવાડિયામાં કુલ ચાર લાખ જેટલી આવક


