Surat news :સુરત શહેર ડિજિટલ સેવાઓમાં ગુજરાતમાં અગ્રેસર રહ્યું છે. હવે આ સેવાઓને વધુ સુરક્ષિત, પારદર્શક અને ગોટાળામુક્ત બનાવવા માટે સુરત મહાનગર પાલિકા એક મહત્વની નવી વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે. પાલિકા વેરા અને અન્ય અનેક ઓનલાઇન અરજીઓમાં આધાર આધારિત ઈ-સાઇન ફરજિયાત કરવાની તૈયારીમાં છે, જેથી ફેક અરજી અને અન્યના નામે થતી દુરૂપયોગી અરજીઓને રોકી શકાય.

Surat news :શા માટે લાવવામાં આવી રહી છે આ નવી સિસ્ટમ?
હાલ સુધી પાલિકાની ઘણી ઓનલાઇન સેવાઓમાં અરજદારની ઓળખની પૂરી ખાતરી થતી નહોતી.
તેના કારણે—
- અન્યના નામે ઓનલાઈન અરજી
- ફેક ડોક્યુમેન્ટ અપલોડ
- ઓળખનો દુરૂપયોગ
જેવી અનેક ફરિયાદો આવતી હતી.
આ સમસ્યાઓને અટકાવવા આધાર ઓટીપી વેરિફિકેશન દ્વારા ઓળખ સત્તાવાર રીતે ચકાસાઈ શકે તે માટે નવા ઈ-સાઇન સિસ્ટમનો પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ માટે પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજુ થયો છે.

Surat news :આધાર આધારિત ઈ-સાઇન કેવી રીતે કામ કરશે?
મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે માહિતી આપી કે—
- ઓનલાઇન અરજી કરતી વખતે અરજદારે પોતાનો આધાર નંબર દાખલ કરવો પડશે.
- તેના મોબાઇલ પર ઓટીપી આવશે.
- સાચો ઓટીપી દાખલ કર્યા બાદ જ અરજદારની ઓળખ વેરીફાઈ થશે.
- ઓળખ વેરિફિકેશન થયા બાદ જ અરજી સબમિટ થશે.
આથી નાગરિકોની ઓળખ સુરક્ષિત રહેશે અને ખોટી અરજીઓ રોકાશે.
Surat news :કઈ સેવાઓમાં ઈ-સાઇન ફરજિયાત થશે?
આધાર આધારિત ઈ-સાઇન નીચેની સેવાઓમાં લાગુ કરવામાં આવશે:
પ્રોપર્ટી ટેક્સ વિભાગ
- નામ ફેરફાર
- ભોગવટાદાર ઉમેરવા/દૂર કરવા
- કોસ્પોન્ડન્ટ એડ્રેસ ચેન્જ
- નવી અસેસમેન્ટ
- રિવિઝન અરજી
પ્રોફેશનલ ટેક્સ તથા દુકાન-સ્થાપના વિભાગ
- નવી રજિસ્ટ્રેશન સેવા
ભરતી વિભાગ
- ઓનલાઈન નોકરીની અરજી
- લાયકાતનાં દસ્તાવેજો અપલોડ
- એફિડેવિટ સબમિશન
Society Civic Facility
- પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ
- રોડ સંબંધિત અરજી
- કોમ્પ્લાયન્સ દસ્તાવેજો
સુરતીઓને શું મળશે લાભ?
- ફેક અરજીઓનો અંત
- વધુ પારદર્શક વ્યવસ્થા
- ઓનલાઈન અરજીઓમાં સુરક્ષા
- દસ્તાવેજોની વિશ્વસનીયતા
- સમય અને ઝંઝટમાં રાહત
આ પણ વાંચો :Pm modi:ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીની ચેતવણી: જનતાને તકલીફરૂપ નિયમો તાત્કાલિક દૂર કરો




