Surat congress : સુરત કોંગ્રેસને મળી શકે છે મોટો ઝટકો, લોકસભા ઉમેદવારનું ફોર્મ થઇ શકે છે રદ્દ  

0
47
Surat congress
Surat congress

Surat congress :સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવાવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે, અમારી સિગ્નેચર નથી. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. જોકે, કલેક્ટરે નિલેશ કુંભાણીને આજે સાંજના 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી રહી છે.આ અંગે સુરતના ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે, કોંગ્રેસના ઉમેદવારના ત્રણ ટેકેદાર સામે ફરિયાદ કરી છે.

Surat congress :અમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ખામી નથી

Surat congress


Surat congress :નિલેશ કુંભાણી જણાવ્યું હતું કે, અમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. સતત ફોન આવતા કે, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. અહીં કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી. કલેક્ટરે અમને 4 વાગ્યે આવો એવું કહ્યું છે. પછી જે કાંઈ હશે એ માહિતી આપીશું. અમને કોઈ વસ્તુ કહેવામાં આવી નથી. મીડિયા દ્વારા ફોન આવે છે કે, તમારા ફોર્મમાં શુ પ્રોબ્લેમ છે. અમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ખામી નથી. ટેકેદારો પણ અમારી સાથે છે.

Surat congress

Surat congress :ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેના બાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો ખતરો નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારે પોતાની સાઇન ન હોવાની એફિડેવિટ કરતા ભાજપે વાંધો ઉઠાવ્યો, કલેક્ટર 4 વાગ્યાનો સમય આપ્યો છે. ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે.

Surat congress :ડમી ઉમેદવારની સહી ખોટી

Surat congress


સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઇ વાંધો નોંધાવાયો હતો. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો હતો. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારની સહી યોગ્ય નહિ હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અંગે સુરત ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ કરાઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે. ત્યારે હવે 4 વાગ્યે રિટર્નિગં ઓફિસર દ્વારા તમામ ફોર્મ પર ફાઈનલ સ્ક્રુટીની થશે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો