
Building Collapsed in Surat: અત્યાર સુધી સમાચારમાં બિહારમાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા પુલ ચર્ચામાં હતા, બિહારના સમાચારો વચ્ચે સુરતમાં એક 5 માળની બિલ્ડીંગ ધરાશાયી થિયા હોવાની ઘટના સામે આવી છે.
Building Collapsed in Surat: સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતું થયું છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઇમારત ધરાશાયી થવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી બચાવની કામગીરી હાથ ધરી છે.
Surat: સચિન વિસ્તારમાં 5 માળનું બિલ્ડીંગ ધરાશાયી
સચિન ડીએમનગરની 5 માળની ઇમારત તાસના પત્તાની જેમ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ છે. આજુબાજુ પણ લોકો એકત્રિત થઈ ગયા છે, ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં કેટલા લોકો હતા. તે હજી જાણવા મળ્યું નથી. કાટમાળ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોને ઈજા થયો હોવાનું સામે આવ્યું છે.
રેસ્ક્યૂ માટે NDRF-SDRFની મદદ લેવાઈ
સુરત જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર ફાયરની ટીમ સહિત અધિકારીઓ ઘટના સ્થળે
સગાસંબંધીઓને ફોન કરીને રડવા સ્વરે ઘટનાની જાણ કરી
હાલ 8થી 9 લોકો કાટમાળની અંદર હોવાનું અનુમાન : ફાયર વિભાગ
બિલ્ડિંગના કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોવાની આશંકા
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
બિલ્ડિંગ ધરાશાયી થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા
Surat: સુરતમાં 5 માળનું બિલ્ડીંગ તાસના પત્તાની જેમ વિખરાયું
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહિલાનું રેસ્ક્યૂ
કાટમાળ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો