Surat Accident: વરાછામાં હિટ એન્ડ રન કેસ; તેજ રફતારમાં ફરી વિખરાઈ ગયો પરિવાર, 7 ની હાલત ગંભીર – 3 ના મોત

0
152
Surat Accident: વરાછામાં હિટ એન્ડ રન કેસ; તેજ રફતારમાં ફરી વિખરાઈ ગયો પરિવાર, 7 ની હાલત ગંભીર - 3 ના મોત
Surat Accident: વરાછામાં હિટ એન્ડ રન કેસ; તેજ રફતારમાં ફરી વિખરાઈ ગયો પરિવાર, 7 ની હાલત ગંભીર - 3 ના મોત

Surat Accident: સુરતમાં મોડીરાત્રે અકસ્માતમાં કરુણાંતિકા સર્જાઈ છે. ગત મોડીરાત્રે વરાછા રિંગ રોડની સાઈડમાં એક પરિવાર ભેગો થયો હતો અને સુખ-દુઃખની વાતો કરી રહ્યો હતો. ત્યારે કાળ બનીને આવેલી હોન્ડા સિટીએ આ પરિવારને ક્ષણભરમાં પરિવાર વેરવિખેર કરી નાખ્યો. અકસ્માતમાં 6 વર્ષના વિયાન વાઘાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા દેવેશભાઈ વાઘાણીનું પણ પુત્રના મોતના 11 કલાકમાં મોત નીપજ્યું છે, જ્યારે દેવેશભાઈની પ્રેગ્નન્ટ સાળી હાલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. દેવેશભાઈના પિતા ધનજીભાઈનું કોરોનામાં અવસાન થયું હતું. ધનજીભાઈ પરિવારમાં એકના એક પુત્ર હતા. જ્યારે દેવેશભાઈ પણ ધનજીભાઈનો એકનો એક પુત્ર હતો તેમજ વિયાન પણ દેવેશભાઈનો એકનો એક પુત્ર હતો. દેવેશભાઈ 6 બહેનનો એકનો એક ભાઈ હતા.

2 43
Surat Accident: વરાછામાં હિટ એન્ડ રન કેસ; તેજ રફતારમાં ફરી વિખરાઈ ગયો પરિવાર, 7 ની હાલત ગંભીર – 3 ના મોત

Surat Accident: સુરતમાં અકસ્માતની ગોઝારી ઘટના

ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક સુરતમાં અકસ્માતની ગોઝારી ઘટના સામે છે. વરાછા વિસ્તારમાં શુક્રવારે (સાતમી જૂન) રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે.

પરિવારમાં એકના એક પિતા-પુત્રનાં મોત

મળતી માહિતી પ્રમાણે, વેલંજા વિસ્તારમાં દેવેશભાઈ 6 બહેનનો એકનો એક ભાઈ હતા. દેવેશભાઈ વાઘાણી પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં માતા, પત્ની અને એકનો એક છ વર્ષનો દીકરો વિયાન હતો. દેવેશભાઈના પિતાનું કોરોના સમયમાં અવસાન થયું હતું. દેવેશભાઈ પણ પરિવારમાં એકના એક જ દીકરા હતા. દેવેશભાઈ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા.

Surat Accident: વરાછામાં હિટ એન્ડ રન કેસ; તેજ રફતારમાં ફરી વિખરાઈ ગયો પરિવાર, 7 ની હાલત ગંભીર - 3 ના મોત
Surat Accident: વરાછામાં હિટ એન્ડ રન કેસ; તેજ રફતારમાં ફરી વિખરાઈ ગયો પરિવાર, 7 ની હાલત ગંભીર – 3 ના મોત

ઈજાગ્રસ્તોમાં દેવેશભાઈ અને મૃતક સંકેતની ગર્ભવતી પત્નીની હાલત ખૂબ જ ગંભીર હતી, જેમાં અગિયાર કલાક જેટલી સારવાર દરિયાન દેવેશભાઈએ પણ દમ તોડી દીધો હતો. 29 વર્ષીય સંકેત હિંમતભાઈ વાવડિયા મોટાવરાછા ખાતે પરિવાર સાથે રહેતો હતો. મૂળ ભાવનગરના લોઈછડા ગામના વતની છે અને 8 વર્ષથી સુરતમાં રહે છે. 3 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. હાલ સંકેતની પત્ની 6 માસથી ગર્ભવતી છે અને આવતા મહિને શ્રીમંત કરવાના હતા. આ ગમખ્વાર અકસ્માતમાં સંકેતનું મોત નીપજ્યું હતું. હાલ સંકેતની પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.

કાર ચાલકની ધરપકડ

મોટા વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ સુમારે એક હોન્ડા સિટી કાર પુરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાન કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં બાઈક પર બેઠેલા લોકોને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જેમાં એક સગર્ભા મહિલાનો સમાવેશ થાય છે. આ અકસ્માતનો ભોગ બનેલા મૃતકના નામ વિયાન દેવેશભાઈ વાઘાણી (ઉં.વ. 6), દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉં.વ. 29) નો સમાવેશ થાય છે. જો કે, સુરતના ઉત્તરણ પોલીસે આ અકસ્માત સર્જનાર કાર ચાલક જિજ્ઞેશ ગોહેલની ધરપકડ કરી લીધી છે. 

જિજ્ઞેશ ગોહેલની પત્નિનું નિવેદન

કસ્માત સર્જનાર કાર ચાલક જિજ્ઞેશ ગોહેલની પત્ની રીનાબેને જણાવ્યું હતું કે અમે લોકો શુક્રવારે ફાર્મ પર ગયા હતા, ત્યાં આખા પરિવાર સાથે ખૂબ મોજમસ્તી કરી હતી. ત્યાર બાદ સાંજે છ વાગ્યે પરત ફર્યા હતા. ત્યાર બાદ મારા સગા ભાઈને કેન્સર હોવાના કારણે અમદાવાદ લઈ જવાના હતા. શુક્રવારે વહેલી સવારે ત્રણ વાગ્યે મારા પતિ જિજ્ઞેશ અમદાવાદ નીકળ્યા હતા. ત્યાર બાદ મારા ભાઈને હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ ખાતે એડમિટ કર્યા હતા. મારા ભાઈને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરીને પરત ફરી રહ્યા હતા. હું સતત તેમના સાથે સંપર્કમાં હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા પતિએ ક્યારેય કોઈપણ પ્રકારનું વ્યસન કર્યું નથી. તેઓ દારૂ પણ પીતા નથી, મસાલો પણ ખાતા નથી અને એકદમ નિર્વ્યસની વ્યક્તિ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો