‘સર્વોચ્ચ’ નિર્ણય : જમ્મુ-કાશ્મીરને નહીં મળે ‘વિશેષ દરજ્જો’, કલમ 370 હટાવવાના નિર્ણય પર મોહર

0
490
Article 370
Article 370

ચુકાદો આપતી વખતે, CJI DY ચંદ્રચુડે કહ્યું કે, જ્યારે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાનું અસ્તિત્વ સમાપ્ત  થઈ ગયું છે, ત્યારે વિશેષ દરજ્જો જેના માટે Article 370 લાગુ કરવામાં આવી હતી તેનું પણ અસ્તિત્વમાં આપોઆપ સમાપ્ત થઇ જાય છે.

સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચે બંધારણની Article 370 ની જોગવાઈઓને રદ્દ કરવાને પડકારતી અરજીઓ પર ચુકાદો સંભળાવતા CJI DY ચંદ્રચુડે કહ્યું કે, કલમ 370ને રાષ્ટ્રપતિ રદ કરી શકે છે. બંધારણીય રીતે કલમ 370 નાબૂદ કરવામાં અમને કોઈ દ્વેષ જોવા મળતો નથી. અમે બંધારણની કલમ 370 નાબૂદ કરવા માટે બંધારણીય આદેશ જારી કરવા માટે રાષ્ટ્રપતિની સત્તાના ઉપયોગને કાયદેસર ગણીએ છીએ.

જમ્મુ અને કાશ્મીરમાં અન્ય રાજ્યોથી અલગ આંતરિક સાર્વભૌમત્વ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે. જમ્મુ અને કાશ્મીરને દેશના અન્ય રાજ્યોથી અલગ આંતરિક સાર્વભૌમત્વ નથી. Article 370 હટાવવાનો અધિકાર જમ્મુ અને કાશ્મીરના એકીકરણ માટે છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, ત્યારે રાજ્યોમાં યુનિયનની સત્તા પર મર્યાદાઓ આવી જાય છે. રાજ્ય વતી કેન્દ્ર દ્વારા લેવાયેલા દરેક નિર્ણયને કાયદાકીય પડકારને આધિન થઇ શકે નહીં. જો આમ થાય તો તે અરાજકતા તરફ દોરી શકે છે.”

અમે બંધારણની કલમ 370 નાબૂદ કરવા માટે બંધારણીય આદેશ જારી કરવા માટે રાષ્ટ્રપતિની સત્તાના ઉપયોગને કાયદેસર માનીએ છીએ

– CJI DY ચંદ્રચુડ

  • કલમ 370 એક અસ્થાયી સત્તા : CJI

ચુકાદો આપતા, CJI (DY Chandrachud) એ કહ્યું, ” Article 370 અસમપ્રમાણ સંઘવાદનું લક્ષણ છે – સાર્વભૌમત્વનું નથી. અરજદારોએ રાષ્ટ્રપતિની ઘોષણાને પડકાર્યો નથી. ઘોષણા પછી રાષ્ટ્રપતિની સત્તાનો ઉપયોગ ન્યાયિક સમીક્ષાને આધિન છે. કલમ 356(1) મુજબ રાજ્ય વિધાનસભા વતી સંસદની સત્તાનો ઉપયોગ કરવાની સત્તા કાયદો ઘડવાની સત્તાઓ સુધી મર્યાદિત નથી. Article 370 એ અસ્થાયી સત્તા છે.

જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાનું અસ્તિત્વ સમાપ્ત થયા પછી કલમ 370(3) હેઠળની સત્તાઓ સમાપ્ત થઈ નથી. કલમ 370(1)(ડી) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને કલમ 370માં સુધારો કરી શકાતો નથી.”

370 J K

  • જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી.

CJI DY ચંદ્રચુડે કહ્યું કે આ મુદ્દે ત્રણ નિર્ણયો છે. CJI એ તેમના જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત વતી ચુકાદાઓ લખ્યા છે, જ્યારે જસ્ટિસ કૌલ અને જસ્ટિસ ખન્નાએ અલગ-અલગ ચુકાદાઓ લખ્યા છે.

ચુકાદો આપતી વખતે, CJI DY ચંદ્રચુડે કહ્યું કે જ્યારે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાનું અસ્તિત્વ બંધ થઈ ગયું, ત્યારે વિશેષ દરજ્જો જેના માટે Article 370 લાગુ કરવામાં આવી હતી તે પણ અસ્તિત્વમાં બંધ થઈ ગયું. જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપતિને બંધનકર્તા ન હતી.

અમે નિર્દેશ આપીએ છીએ કે, ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં લેવા જોઈએ

સુપ્રીમ કોર્ટ | Supreme Court
  • જમ્મુ અને કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધી ચૂંટણી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને ત્યાં ચૂંટણી યોજવી જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવી જોઈએ. રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પરત મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) બનાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે કલમ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર 16 દિવસ સુધી સુનાવણી કર્યા બાદ 5 સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો