“તમે આગ સાથે રમી રહ્યા છો”: પંજાબ સરકાર સાથેની તકરાર પર સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને ટકોર કરી

    0
    178
    Punjab Government Vs Governor Case
    Punjab Government Vs Governor Case

    Punjab Government Vs Governor Case: પંજાબ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની મડાગાંઠ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પંજાબમાં જે થઈ રહ્યું છે તેનાથી અમે ખુશ નથી, તે ગંભીર ચિંતાનો વિષય છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ (Punjab) ના રાજ્યપાલ પર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.

    “તમે આગ સાથે રમી રહ્યા છો. આપણો દેશ સ્થાપિત પરંપરાઓ પર ચાલી રહ્યો છે અને તેનું પાલન કરવું જોઈએ.”

    સુપ્રીમ કોર્ટ

    સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકાર (Punjab Government) તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, વર્તમાન રાજ્યપાલના કાર્યકાળ દરમિયાન વિધાનસભાનું સત્ર બોલાવવું લગભગ અશક્ય છે.

    ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે પંજાબના રાજ્યપાલ (Governor of Punjab) ના વકીલને પૂછ્યું કે, જો વિધાનસભાના સત્રને ગેરકાયદે જાહેર કરવામાં આવે તો પણ ગૃહ દ્વારા પસાર કરાયેલું બિલ ગેરકાયદે કેવી રીતે બનશે.?

    Punjab Government Vs Governor Case2 1

    સુપ્રીમ કોર્ટમાં થયેલી ચર્ચાના અંશ…

    • શું રાજ્યપાલને સહેજ પણ ખ્યાલ છે કે તેઓ આગ સાથે રમી રહ્યા છે..?
    • જો રાજ્યપાલને લાગે છે કે બિલ ખોટી રીતે પસાર થયું છે, તો પણ તેમણે તેને વિધાનસભાના અધ્યક્ષને પાછું મોકલવું જોઈએ.
    • જો રાજ્યપાલ આ રીતે બિલને ગેરકાયદેસર જાહેર કરતા રહેશે તો શું દેશ સંસદીય લોકશાહી તરીકે ટકી શકશે..?
    • સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે, પરંતુ પંજાબની સ્થિતિને જોતા એવું લાગે છે કે સરકાર અને તેમની વચ્ચે મતનો મોટો તફાવત છે, જે લોકશાહી માટે સારું નથી.
    • સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના વકીલને પૂછ્યું કે, તમે બિલને અનિશ્ચિત સમય સુધી રાખી શકતા નથી ?
    • સિંઘવીએ પંજાબ સરકાર વતી કહ્યું કે, રાજ્યપાલ બિલને રોકવાના બહાને બદલો લઈ રહ્યા છે.
    • ચીફ જસ્ટિસે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આખરે બંધારણમાં એવું લખેલું છે કે રાજ્યપાલ સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલા વિધાનસભા સત્રને ગેરકાયદેસર જાહેર કરી શકે છે.
    • ચીફ જસ્ટિસે કહ્યું કે મારી સામે રાજ્યપાલે લખેલા બે પત્રો છે, જેમાં તેમણે સરકારને કહ્યું છે કે વિધાનસભાનું સત્ર જ માન્ય હોવાથી તે બિલને પોતાની મંજૂરી આપી શકે નહીં.
    • રાજ્યપાલે કહ્યું કે તેઓ આ વિવાદ પર કાયદાકીય સલાહ લઈ રહ્યા છે, અમારે માત્ર કાયદાનું પાલન કરવું પડશે.
    • સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે રાજ્યપાલનો પત્ર અંતિમ નિર્ણય ન હોઈ શકે. કેન્દ્ર સરકાર આ વિવાદનો ઉકેલ લાવવાનો માર્ગ શોધી રહી છે.