Super Over: અમેરિકામાં હીરો સાબિત થયા નીતીશ કુમાર, સુપર ઓવરમાં મેચ જીતીને USAએ રચ્યો ઈતિહાસ

0
181
Super Over: અમેરિકામાં હીરો સાબિત થયા નીતીશ કુમાર, સુપર ઓવરમાં મેચ જીતીને USAએ રચ્યો ઈતિહાસ
Super Over: અમેરિકામાં હીરો સાબિત થયા નીતીશ કુમાર, સુપર ઓવરમાં મેચ જીતીને USAએ રચ્યો ઈતિહાસ

Super Over: અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ડૅલાસના ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમમાં આઈસીસી ટી20 વિશ્વકપ 2024નો રસાકસીભર્યો મુકાબલો રમાયો. જેમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો ઊલટફેર સર્જી દીધો છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 (ICC T20 World Cup 2024)ની 11મી મેચ યુએસએ અને પાકિસ્તાન વચ્ચે ડલ્લાસના ગ્રાન્ડ પ્રેઇરી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં અમેરિકાએ પાકિસ્તાનને માત આપીને ઈતિહાસ રચી દીધો છે. આ મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર (Super Over) માં અમેરિકાએ પાકિસ્તાનને હાર આપી હતી. આ સાથે જ અમેરિકાની ટીમ ગ્રુપ એમાં ટોપ પર પહોંચી ગઈ છે.

2 35
Super Over: અમેરિકામાં હીરો સાબિત થયા નીતીશ કુમાર, સુપર ઓવરમાં મેચ જીતીને USAએ રચ્યો ઈતિહાસ

Super Over: સુપર ઓવરમાં થઇ કમાલ

પાકિસ્તાન અને અમેરિકા T20માં પહેલીવાર આમને-સામને રમી રહી હતી. અમેરિકાને જીતવા માટે પાકિસ્તાને 160 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેમાં અમેરિકાની ટીમે પણ 3 વિકેટના નુકસાને 159 રને કર્યા હતાં અને મેચ ટાઇ રહી હતી.

ટૉસ હારીને પહેલા બેટિંગમાં ઊતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા. સ્કોરનો પીછો કરતાં અમેરિકાની ટીમે પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. ત્યારબાદ પરિણામ માટે સુપર ઓવર (Super Over) રમાડવામાં આવી.

સુપર ઓવર (Super Over)માં અમેરિકા તરફથી ઍરોન જૉન્સ અને હરમિતસિંહ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા. બંનેએ 18 રન બનાવ્યા અને પાકિસ્તાનને જીતવા માટે 19 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં બેટિંગ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમ 6 બૉલમાં માત્ર 13 રન જ બનાવી શકી. સુપર ઓવર (Super Over)માં પાકિસ્તાનના બેટ્સમૅન ઇફ્તિખાર અહમદ અને ફખર ઝમાન બેટિંગ માટે આવ્યા અને અમેરિકા તરફથી સૌરભ નેત્રવાલકરે ઓવર ફેંકી.

સુપર ઓવરમાં USA ટીમ પ્રથમ બેટિંગ કરતા 6 બોલમાં 18 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમને જીત માટે 19 રનની જરૂર હતી. જો કે, પાકિસ્તાનની ટીમ સુપર ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી હતી અને આ રીતે અમેરિકાની ટીમે પાકિસ્તાનને માત આપી.

Nitish Kumar: હીરો સાબિત થયો નીતીશ કુમાર

આઈસીસી T20 વર્લ્ડ કપ 2024માં 6 જૂનના રોજ રમાયેલી યુએસએ અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં અમેરિકાએ સુપર ઓવરમાં પાકિસ્તાનને માત આપીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે આ મેચમાં અમેરિકાનો ટીમનો હીરો નીતીશ કુમાર (Nitish Kumar) રહ્યો હતો. તેને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ પલટી નાખી હતી. (Super Over)

Nitish Kumar: હીરો સાબિત થયો નીતીશ કુમાર
Nitish Kumar: હીરો સાબિત થયો નીતીશ કુમાર

અમેરિકા માટે રમી રહેલા નીતીશ કુમારે માત્ર 14 બોલમાં 14 રન બનાવ્યા હતા. જો કે, તેની ઈનિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. નીતીશે હરિસ રઉફના છેલ્લા બોલ પર ફોર ફટકારીને મેચ ટાઈ કરાવી હતી. જો નીતીશ છેલ્લા બોલ પર ફોર ન મારી શકત તો પાકિસ્તાનની ટીમ મેચ જીતી ગઈ હોત. આ રીતે અમેરિકાની ટીમ માટે નીતીશ હીરો સાબિત થયો હતો.

Points Table: પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ટીમ

યુએસએ અને પાકિસ્તાન મેચની વાત કરીએ તો, અમેરિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પંસદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 7 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં USA ટીમ પણ 20 ઓવરમાં 159 રન જ બનાવી શકી હતી અને મેચ ટાઈ થઈ ગઈ હતી. સુપર ઓવરમાં USA ટીમ પ્રથમ બેટિંગ કરતા 6 બોલમાં 18 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમને જીત માટે 19 રનની જરૂર હતી. જો કે, પાકિસ્તાનની ટીમ સુપર ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી હતી અને આ રીતે USA ટીમે પાકિસ્તાનને માત આપીને ઈતિહાસ રચી દીધો.

હવે પૉઇન્ટ ટેબલમાં અમેરિકા નંબર વન પર છે. તેણે કૅનેડા અને પાકિસ્તાન સામે બે મૅચ જીતી છે અને તેના ચાર અંક છે. ભારત ગ્રૂપમાં 2 અંક સાથે બીજા ક્રમાંકે છે.

અમેરિકાની ટીમ 2 મેચમાં 2 જીત સાથે નંબર સ્થાને છે. ટીમ ઈન્ડિયા 1 મેચમાં 1 જીત સાથે 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને પાકિસ્તાન, ચોથા સ્થાને કેનેડા અને પાંચમા સ્થાને આયર્લેન્ડની ટીમ છે. આ ત્રણેય ટીમના ઝીરો પોઈન્ટ છે.

ભારત અને પાકિસ્તાનનો મુકાબલો 9 જૂનના રોજ.

ભારત અને પાકિસ્તાનની મેચ પાકિસ્તાન માટે ડુ ઑર ડાય જેવી

અત્રે ઉલ્લેખનીય છે કે, ટી20 વિશ્વકપ 2024માં 20 ટીમો રમી રહી છે અને તેમને 5-5 ગ્રૂપોમાં વહેંચવામાં આવી છે. ભારત જે ગ્રૂપમાં છે તેમાં પાકિસ્તાન, કૅનેડા અને આયર્લૅન્ડ એક-એક મૅચ હારી ચૂક્યા છે. પાકિસ્તાન માટે ત્રણ મૅચ બાકી છે, એટલે સુપર-8માં પહોંચવુ હશે તો તેને માટે ત્રણેય મૅચ મહત્ત્વની છે. અમેરિકાએ ભારત અને આયર્લૅન્ડ સાથે મૅચ રમવાની બાકી છે. તેથી તે સુપર-8માં જવા માટેનું પ્રબળ દાવેદાર છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો