Sunita Williams  :  ભારતીય મૂળની વૈજ્ઞાનિક સુનીતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ , પૃથ્વી પર પરત આવવા હવે માત્ર આટલા દિવસનો જ સમય બચ્યો છે !!  

0
349
Sunita Williams
Sunita Williams

Sunita Williams  :  ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા બે મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. બંને અવકાશયાત્રીઓ તેમના બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં તકનીકી સમસ્યાઓના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી પાછા ફરી શક્યા નથી. હવે તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે નાસા પાસે થોડા જ દિવસો બાકી બચ્યા છે.

Sunita Williams  :  પડી રહી છે પરત ફરવામાં મુશ્કેલી

Sunita Williams

બોઇંગ સ્ટારલાઇનર 5 જૂને બંને અવકાશયાત્રીઓને ISS પર લઈ ગઈ હતી. 13 જૂને સ્ટારલાઈનર ISS પર પહોંચતા જ વાહનના થ્રસ્ટર્સ અને હિલીયમ સિસ્ટમમાં સમસ્યા સર્જાઈ હતી. શરૂઆતમાં એક અઠવાડિયાના મિશન પછી પૃથ્વી પર પાછા ફરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, પરંતુ સમસ્યાઓના કારણે તેમના પાછા ફરવામાં વિલંબ થઇ રહ્યો છે.

Sunita Williams  :   માત્ર 14 દિવસ બાકી

Sunita Williams

• સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર ઘણા દિવસોથી ફસાયેલા છે અને હવે તેમને પાછા લાવવા અને સમસ્યાને ઠીક કરવા માટે નાસા પાસે માત્ર 14 દિવસ બાકી છે. નાસાના ક્રૂ-9 મિશનના આગમન પછી સુનીતા અને તેના સાથીઓને બચાવવામાં વધુ મુશ્કેલીઓ આવશે. ક્રુ-9 મિશન શરૂ થતાંની સાથે જ, તે ISS સાથે ડોક કરી શકે તે પહેલાં ડોકીંગ પોર્ટ પરથી સ્ટારલાઈનરને દૂર કરવું પડશે. આનાથી નાસાનું કામ વધુ મુશ્કેલ બનશે. ક્રૂ-9 મિશન 18 ઓગસ્ટ સુધીમાં લોન્ચ થઈ શકે છે.

Sunita Williams  :   મિશનમાં શું સમસ્યા ?

Sunita Williams

સુનિતા વિલિયમ્સનું મિશન સ્ટારલાઇનરનું તેની પ્રથમ માનવ સંચાલિત ફ્લાઇટમાં પરીક્ષણ કરવાનું હતું, જે બોઇંગના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતું. એન્જીનીયરોએ અવકાશયાનના સર્વિસ મોડ્યુલમાં પાંચ નાના હિલીયમ લીકની શોધ કરી. આ સમસ્યાઓના કારણે સ્ટારલાઈનર સુરક્ષિત રીતે અનડોક કરી પૃથ્વી પર પાછું આવી શક્યું ન હતું. સુનિતા વિલિયમ્સ   અને બૂચ વિલમોર તેમના અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે જૂન મહિનાથી ISS પર અટવાયેલા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો