Sundha Mata (VIDEO): રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું, 5 તણાયા

0
189
Sundha Mata (VIDEO): રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું, 5 તણાયા
Sundha Mata (VIDEO): રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું, 5 તણાયા

Sundha Mata (VIDEO):ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

Sundha Mata: સુંધાજીમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ

જાલોરના જસવંતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સુંધા માતા (જાલોર) મંદિર પરિસરમાં શનિવારે સવારથી ભારે વરસાદ ચાલુ છે. જ્યાં પહાડી ધોધના જોરદાર પ્રવાહમાં 5 શ્રદ્ધાળુઓ વહી ગયા હતા. જેમાં માતા (Sundha Mata) ના દર્શન કરવા આવેલી ડુંગરપુરની મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જસવંતપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રતાપ સિંહે જણાવ્યું કે, પોલીસે નજીકના લોકોની મદદથી પાણીમાં તણાઈ ગયેલા ત્રણ ભક્તોને બહાર કાઢ્યા. વધુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને દૂરદૂરથી શ્રદ્ધાળુઓ પહાડી ધોધ પર આવ્યા હતા. SDRF અને સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

SDRFએ ઉપરથી નીચે સુધી સમગ્ર ગટરની શોધખોળ કરી છે. તેમાં કોઈ ભક્ત જોવા મળ્યો ન હતો. તળેટીથી મંદિર તરફ જતો રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે.

રજાનો માહોલ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો હતા

વરસાદની મોસમ દરમિયાન, સુંધા માતાના મંદિરે નજીકના જિલ્લાઓ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પોલીસે સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓને પાણીથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

ગુમ થયેલા ભક્તની શોધખોળ ચાલુ છે. મહિલાના મૃતદેહને સીએચસી જસવંતપુરાના શબઘરમાં રાખવામાં આવ્યો છે અને તેના પરિવારજનોને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.

મૃતકની ઓળખ જાહેર કરાઇ 

જસવંતપુરાના SDM એ જણાવ્યું કે મંદિરના પગથિયાં પર ધોધની જેમ આવતા પાણીના તેજ વહેણને કારણે 5 પર્યટક વહી ગયા હતા જેમાં ત્રણને તો તંત્રના લોકોએ બચાવી લીધા હતા પણ એક મહિલાને બચાવી શકાઈ નહોતી. જોકે હજુ સુધી એકની શોધખોળ ચાલી રહી છે. પાણીના વહેણમાં તણાઈ ગયા બાદ બચાવી લેવાયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકની ઓળખ ડુંગરપુરની વતની લક્ષ્મી પ્રેમચંદ તરીકે થઇ હતી.

(Sundha Mata)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો