Share-market માં આજે અચાનક આવી તોફાની તેજી, નિફ્ટી 7 મહિના પછી 25000ને પાર

0
103
Share-Market
Share-Market

Share-market માં આજે અચાનક આવી તોફાની તેજી, નિફ્ટી 7 મહિના પછી 25000ને પાર

Share-market
Share-market

સેન્સેક્સમાં 1200 પોઈન્ટ ઉછાળો

ભારતીય શેરબજારમાં આજે અચાનક જોરદાર ઉછાળો નોંધાયો. દિવસભર ભારે ઉતાર-ચઢાવ પછી આજે બંને ભારતીય ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. શરૂઆતના ટ્રેડિંગ સત્રમાં બજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. પરંતુ બંધ થતી વખતે BSE સેન્સેક્સ ૧૨૦૦ પોઈન્ટ વધીને 82,530.74 પર જ્યારે NSE નિફ્ટી પણ 395.20 પોઈન્ટ ઉછળીને ૨૫,૦૦૦ ને પાર કરી ગયા હતા.

Share-Market
Share-Market

સવારના સત્રમાં નબળી શરૂઆત, બપોર પછી બજારમાં ઊછાળો

છેલ્લા ૭ મહિનામાં નિફ્ટીએ પહેલીવાર આજે ​​૨૫૦૦૦ના આંકડાને વટાવ્યો હતો. આજના નફાકારક શેરોમાં ટાટા મોટર્સ, ઇટરનલ (ઝોમેટો), આઈડિયા, આઇઓસી, એચડીએફસી બેંક, ટીસીએસ, બીઈએલ, ભેલ, હુડકોનો સમાવેશ થાય છે. બપોરના વેપારમાં મોટા રોકાણકારોએ મોટાપાયે લેવાલી શરૂ કરતા તીવ્ર વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક ૫૫૪ પોઈન્ટ અથવા ૧% વધીને ૫૫,૩૫૫.૬૦ પર બંધ થયો હતો. સ્મોલ અને મિડકેપ શેરોએ પણ બેંક નિફ્ટીને અનુસર્યા હતા. બીએસઈ સ્મોલકેપ ૪૭૧.૫૨ પોઈન્ટ અથવા ૦.૯૪% વધીને ૫૦,૪૫૦.૪૭ પર બંધ થયો અને બીએસઈ મિડકેપ ૨૯૮.૨૭ પોઈન્ટ અથવા ૦.૬૭% વધીને ૪૪,૬૨૫.૫૫ પર બંધ થયો.

Share-Market
Share-Market

અમેરિકાની બિઝનેસની દબાણનીતિ | Power Play 1901 | VR LIVE

ઑપરેશન સિંદૂર બાદ જાસૂસી ઉપગ્રહ નરેન્દ્ર મોદી સરકાર એક્શન #operationsindoor #indopaktension #sizfire #induswater #NuclearLeak #narendramodi #isro