બિપરજોય વાવાઝોડાથી થયેલા ખેડુતો ના નુકસાન મામલે સહાય નો કરાયો ઠરાવ..કચ્છ અને બનાસકાંઠા મામલે જાહેર કરાયું છે 240 કરોડનું પેકેજ..ખેડૂતો એ તાલુકા વિકાસ અધિકારી પાસે કરવાની રહેશે અરજી આખરે બિપોરજોય સહાય ચુકવવા સરકારે ઠરાવ કર્યો છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે 240 કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં કેવી રીતે અરજી કરવી, કોને સહાય મળશે અને કોને નહિ મળે તે માહિતી સામે આવી છે. સરકારે જાહેર કરેલ પરિપત્ર મુજબ, ખેડૂતો એ તાલુકા વિકાસ અધિકારી પાસે સહાય માટેની અરજી કરવાની રહેશે. સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને પેકેજનો લાભ નહી મળે.
સરકારે બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા ઠરાવ કર્યો છે. બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્તો ખેડુતો ને સહાય મળશે. સરકારે 240 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. ખાસ કરીને વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લા માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું. ખેડૂતો એ તાલુકા વિકાસ અધિકારી પાસે આ સહાય માટે અરજી કરવાની રહેશે. સાથે જ સરકારે જણાવ્યું કે, સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને પેકેજનો લાભ નહી મળે. 33 ટકાથી વધારે નુકસાનમાં 8500ની સહાય મળશે. તો મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય મળશે.
સાથે જ જણાવ્યું કે, આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. ખેડૂત દ્વારા આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થયે સહાય મળવાપાત્ર થશે.
આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે બિપોરજોય વાવાઝોડામાં થયેલ પાક નુકશાન અંગે 240 કરોડનું પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 240 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરાયું હતું.