DRDO દ્વારા નિર્મિત ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ

0
184

આ ભવિષ્ય માટે અમારી લડાયક તૈયારી પ્રત્યે સમર્પણ દર્શાવે છે : ભારતીય નૌસેના

DRDO દ્વારા નિર્મિત ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટોર્પિડો સમુદ્રની અંદર દુશ્મનના જહાજ-સબમરીનનો વિનાશ કરશે. પરીક્ષણમાં આ હેવીવેઇટ ટોર્પિડોએ પાણીની અંદરના લક્ષ્યને સફળતાપૂર્વક સાધ્યું હતું. જેને લઈને કહ્યું છે કે, “ભારતીય નેવી અને DRDO માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. આ ભવિષ્ય માટે અમારી લડાયક તૈયારી પ્રત્યે સમર્પણ દર્શાવે છે.” આ ટોર્પિડો ભવિષ્યના સંભવિત યુદ્ધોમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ હથિયાર પાણીની સેકન્ડોમાં જ દુશ્મનની સબમરીનને નિશાન બનાવવાની શક્તિ ધરાવે છે. ભારત દ્વારા વિકસિત ટોર્પિડોનું સફળ પરીક્ષણ ભારતની લડાયક સજ્જતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.”