ગોંડલમાં એસીબીની સફળ ટ્રેપ સામે આવી છે. ગુંદાસરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતો વી.સી.ઈ 180 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. તો જોઈએ શું છે ટ્રેપની વિગત અહીં
એ.સી.બી ની સફળ ડીકોય
ડીકોયર : એક જાગૃત નાગરીક
આરોપી : સુજય ધીરજલાલ ઠુંમર, ઉ.વર્ષ-29, નોકરી- વી.સી.ઈ., ગુંદાસરા ગ્રામ પંચાયત, ગુંદાસરા, તાલુકો- ગોંડલ, જીલ્લો- રાજકોટ
ડીકોયની તા:
21.11.2023
લાંચની માંગણીની રકમ : રૂ. 180/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ. 180/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ. 180/-
ડીકોયનુ સ્થળ :
ગુંદાસરા ગ્રામ પંચાયત, તાલુકો ગોંડલ, જીલ્લો રાજકોટ
ટુંક વિગત :
એ.સી.બી.ને ખાનગી રાહે હકીકત મળેલ કે, ગુંદાસરા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા ગ્રામ સેવક (વી.સી.ઇ) ખેડુતોને પોતાના ગામ નમુના નં.7,12 તથા 8-અ કાઢી આપવાના સરકારશ્રીના ઠરાવ મુજબ રૂ.5/- ના બદલે રૂ.10/- થી રૂ.20/- વધુ પોતાના આર્થીક લાભ માટે લેતા હોવાની હકીકત મળેલ જે હકીકત અન્વયે સ્થાનીક ડીકોયરશ્રીનો સહકાર મેળવી ગઈ કાલ તા.21.11.23 ના રોજ ગુંદાસરા ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચના ડીકોય છટકાનુ આયોજન કરતા આ કામના ડીકોયરશ્રીને તેમના ખેત માલિકની ખેતીની જમીનના 7/12, 8-અ ની કુલ-36 નકલ કોમ્પ્યુટરાઇઝ વી.સી.ઇ. એ કાઢી આપેલ જેના કુલ રૂ.360/- પંચ-1 ની હાજરીમાં આક્ષેપીતે સ્વીકારેલ જેમા કુલ-36 પાનાના રૂ.5/- લેખે રૂ.180/- કાયદેસરના ભરવાના થાય છે તથા રૂ.180/- વધારાના પોતાના અંગત આર્થીક લાભ સારૂ મેળવી સરકારશ્રીના ઠરાવ કરતા વધારે રકમ લઇ પોતાની ફરજ દરમ્યાન વધુ નાણા લઇ ઝડપાયેલ છે. જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
નોધ : ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપિંગ અધિકારી :
શ્રી આર. આર. સોલંકી, પો.ઇન્સ.
રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી :
શ્રી વી કે પંડ્યા
મદદનિશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ,
ગોંડલમાં એસીબીની સફળ ટ્રેપને પગલે ચકચાર મચી છે.
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ