OFFBEAT 111 | પ્રેરણાત્મક -કનિકા ટેકરીવાલ Success Story | VR LIVE

1
94
OFFBEAT 111 | પ્રેરણાત્મક -કનિકા ટેકરીવાલ Success Story | VR LIVE
OFFBEAT 111 | પ્રેરણાત્મક -કનિકા ટેકરીવાલ Success Story | VR LIVE

નમસ્કાર ઓફબીટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે . આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું જેમણે નાની ઉંમરમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અમે વાત કરી રહ્યા છીએ કનિકા ટેકરીવાલ ની. જેઓ ભારતની સૌથી મોટી ખાનગી જેટ કંપનીના માલિક છે. હું વાત કરી રહ્યો છું. કનિકા ટેકરીવાલની. જેઓ ભારતની સૌથી મોટી ખાનગી જેટ કંપનીના માલિક છે. માત્ર 33 વર્ષની ઉંમરે તેમની પાસે 10 પ્રાઈવેટ જેટ છે અને તેણે 22 વર્ષની ઉંમરે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
તેમની કંપની o ને ઉબર ઓફ ધ સ્કાય કહેવામાં આવે છે. દિલ્હીની રહેવાસી કનિકાએ એવિએશન ઈન્ડસ્ટ્રીમાં નવું સ્થાન હાંસલ કર્યું છે. તે માત્ર 21 વર્ષની ઉંમરે કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની હતી, પરંતુ તે પછી તેણે જે કર્યું તે ખૂબ જ હેરાન કરી દે તેવું છે. આ બીમારીને હરાવીને કનિકા નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને આજે તે ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બનીને ઉભરી આવી છે. 10 વર્ષમાં, કનિકાએ તેના સ્ટાર્ટઅપને ઊંચી ઉડાન આપી છે અને આજે તે oના ફાઉન્ડર તરીકે પોતાનો બીઝનેસ સંભાળી રહ્યા છે . તેમની કંપની ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓના ખાનગી પ્લેનનું સંચાલન અને મેન્ટેનસનું કામ કરે છે. તેમજ જેટસેટગો હેલિકોપ્ટર, જેટ, એરક્રાફ્ટ ભાડે આપે છે. તેમની કંપની પ્લેનના મેનેજમેન્ટ, પાર્ટસ અને સર્વિસનું પણ કામ કરે છે. કનિકાને તેની ગંભીર બીમારી વિશે વર્ષ 2011માં ખબર પડી હતી. આ પછી લગભગ એક વર્ષ સુધી તેની સારવાર ચાલી અને આ દરમિયાન તેણે પોતાના મિશન વિશે વિચાર્યું. તેણી કહે છે કે કેન્સરે મને એક વર્ષ પાછળ ધકેલી દીધી હતી પરંતુ સારી વાત એ છે કે ત્યાં સુધી દેશમાં આવું કંઈ કરવાનું કોઈએ વિચાર્યું ન હતું. સ્વસ્થ થતાં જ કનિકા કામમાં લાગી ગઈ અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.એમબીએ ગ્રેજ્યુએટ કનિકા પાસે પોતાના 10 પ્રાઈવેટ જેટ છે અને તે ભારતની 100 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ છે. આજે તેમની પાસે લગભગ 280 કરોડની સંપત્તિ છે, જે તેમણે તેમની કંપનીથી મેળવી છે. આજની પ્રેરણાદાયી વાત તમને કેવી લાગી અમને જણાવી શકો છે. સતત સમાચારની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ તથા વેબ સાઈટ સબ્સક્રાઇબ,લાઇક અને શેર કરી શકો છો, ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો,  જોતા રહો વી.આર. લાઇવ નમસ્કાર.

1 COMMENT

Comments are closed.