ચંદ્રયાન-3ની સફળતા:સોનિયા ગાંધીએ ISRO પ્રમુખ સોમનાથને લખ્યો પત્ર

0
197
ચંદ્રયાન-3ની સફળતા:સોનિયા ગાંધીએ ISRO પ્રમુખ સોમનાથને લખ્યો પત્ર
ચંદ્રયાન-3ની સફળતા:સોનિયા ગાંધીએ ISRO પ્રમુખ સોમનાથને લખ્યો પત્ર

ચંદ્રયાન-3ની સફળતા માટે ઈસરોની ટીમને અભિનંદન પાઠવ્યા 

સોનિયા ગાંધીએ ISRO પ્રમુખ સોમનાથને લખ્યો પત્ર

‘આ શાનદાર સિદ્ધિથી હું રોમાંચિત છું’: સોનિયા ગાંધી

ચંદ્રયાન-3ની સફળતા અંગે સોનિયા ગાંધીએ ISRO પ્રમુખ સોમનાથને પત્ર લખ્યો છે. ચંદ્રયાન 3 ના લેન્ડર ‘વિક્રમ’ના ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ ઈસરોની ઘણી પ્રશંસા થઈ રહી છે. આ સફળ મિશન માટે ISROને વિશ્વભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈસરોના વડાને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે. ચંદ્ર પર વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણ બાદ ઈસરોની ઘણી પ્રશંસા થઈ રહી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ઇસરો ચીફને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે. એસ સોમનાથને લખેલા પત્રમાં સોનિયાએ કહ્યું કે, “હું સાંઈસરોની શાનદાર સિદ્ધિથી રોમાંચિત છું.જે તમામ ભારતીયો માટે ખૂબ જ ગર્વ અને ઉત્સાહની વાત છે.

રાહુલ ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ચંદ્રયાન-3ની સફળતા માટે ઈસરોની ટીમને અભિનંદન પાઠવ્યા છે. રાહુલે કહ્યું કે, આજની સિદ્ધિ માટે ઈસરોની ટીમને અભિનંદન. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ એ આપણા વૈજ્ઞાનિક સમુદાયની દાયકાઓની જબરદસ્ત પ્રતિભા અને સખત મહેનતનું પરિણામ છે. 1962 થી ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને સ્વપ્ન જોનારી યુવા પેઢીને પ્રેરિત કરી રહ્યો છે.

ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. ઈસરોના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરતા જ ભારતે સ્વર્ણિમ ઈતિહાસ લખ્યો છે. 23 ઓગસ્ટ, 2023ના દિવસે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ છે. ચંદ્રના આ અજાણ્યા સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ