વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ફરી મોટો ધડાકો કરવાની તૈયારીમાં

0
67

હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું : યુવરાજસિંહ

ભાવનગર ડમી કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “ગુજરાત સરકાર દ્વારા કૌભાંડ રોકવા માટે જે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે, તે ખૂબ જ સરાહનીય કામગીરી છે. અમે આ નિર્ણયને આવકારીએ છે. જો SIT નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરશે, તો ચોક્કસપણે ઘણા મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવશે. મારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આ સિસ્ટમમાંથી સડો દૂર થાય અને સાચા અને મહેનતું ઉમેદવારોને ન્યાય મળે.  મારા પાસે ઘણી એવી માહિતી છે, જે તપાસમાં ખૂબ ઉપયોગી થઇ શકે એમ છે. મારી પાસે રહેલી તમામ બાબતોની પુષ્ટિ હું કરી શક્યો નથી. અમુક એવા કન્ફર્મ નામ છે, જેની મેં પૂરતી તપાસ કરી છે. અમુક માહિતી એવી પણ છે, જેમાં ઘણા નામો મારા શંકાના દાયરામાં છે અને હું તેની તથ્યતા તપાસ કરી શક્યો નથી. આ તમામ નામો હું SIT સુધી પહોચાડી દઈશ. હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું. આ એક ભરતી સિવાય બીજી ઘણી ભરતીઓમાં મોટા પાયે ગેરરીતિ થયેલ છે. આવનાર દિવસોમાં તમામ આધાર પુરાવા સાથે હું તે ચોક્કસ રજૂ કરીશ. બીજું કે મારા દ્વારા આપેલ નામને જો સૈન્ટિફિક પુરાવા સાથે ક્રોસ ચેક કરવામાં આવશે તો ખૂબ સરળ પ્રોસેસમાં ક્રોસ વેરીફાઈ થઈ શકે છે.”