રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૩, જાનહાનિના અહેવાલ નથી
૪ મે, ગુરુવારના રોજ સવારે ૯ વાગે અને ૫૨ મિનિટે ઉત્તરાખંડના ચમોલી અને રુદ્ર પ્રયાગ જિલ્લામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. જેના કારણે લોકો ડરના માર્યા ઓફીસ અને ઘરની બહાર દોડી આવ્યા હતા. રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૩ આંકવામાં આવી છે. આ ભૂકંપના કારણે સદનસીબે કોઇપણ પ્રકારની જાનહાનીના અહેવાલ નથી.