strike by Fair Price Shop Owners:#gujrat#gujratgovermant ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પોતાની વિવિધ માગણીઓને લઈને શરૂ કરાયેલી અચોક્કસ મુદતની હડતાળને કારણે રાજ્યભરમાં અનાજ વિતરણની કામગીરી ઠપ થઈ ગઈ છે. આશરે 17 હજાર જેટલા ફેર પ્રાઇઝ શોપ સંચાલકો હડતાળ પર ઉતર્યા

સંચાલકોની કુલ 20 માગણીઓ છે, જેમાંથી મુખ્ય માગણીઓમાં કમિશનમાં વધારો, ઈ-પ્રોફાઈલ સિસ્ટમમાં ફેરફાર અને પાંચ વ્યક્તિ કમિટીની પદ્ધતિ રદ કરવાની માંગ મુખ્ય છે. હાલ 20 હજાર રૂપિયાનો મિનિમમ કમિશન મળે છે, જેને વધારીને 30 હજાર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

Strike by Fair Price Shop Owners :આ હડતાળને લઈને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ સાથે ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનોની બેઠક યોજાઈ હતી, પરંતુ ચર્ચા કોઈ પરિણામે પહોંચી નથી.

આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે વર્ષોથી સરકાર પાસે માગણીઓ રજૂ કરાઈ છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. “સરકાર કહે છે કે 11 માગણીઓ સ્વીકારી છે, પરંતુ એ માત્ર કાગળ પર છે, અમલમાં નથી,” એમ તેમણે જણાવ્યું

.
Strike by Fair Price Shop Owners: શું કહ્યું પ્રહલાદ મોદી
પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું કે, “જો સચિવ કે પ્રિન્સિપાલ સેક્રેટરી કક્ષાના અધિકારી ખોટું બોલે, તો અમારે વિશ્વાસ કોના પર કરવો? ભારત સરકાર 50 ટકા અને રાજ્ય સરકાર 50 ટકા કમિશન આપે છે, છતાં વધારાનું કમિશન આપવાની જવાબદારી ગુજરાત સરકારની છે.”
હાલ રાજ્યમાં રેશન વિતરણની કામગીરી સંપૂર્ણ રીતે અટકી ગઈ છે અને લાખો લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. સરકાર અને સંચાલકો વચ્ચેની આગામી બેઠકમાં ઉકેલ નીકળે છે કે નહીં, એ જોવાનું રહ્યું.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો:Tragic Road Accident in Jaipur: ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી, 19ના મોત – અનેક ઘાયલ




