‘બાહુબલી 2’-‘પઠાણ’ને હરાવી ‘સ્ત્રી 2’ નીકળી, કલેક્શનના મામલે બનાવ્યો રેકોર્ડ

0
198
Stree 2 collection: બાહુબલી 2 અને પઠાણને હરાવી 'સ્ત્રી 2' નીકળી
Stree 2 collection: બાહુબલી 2 અને પઠાણને હરાવી 'સ્ત્રી 2' નીકળી

Stree 2 collection: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2: સરકતે કા ટેરર’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે તેની ધમાકેદાર શરૂઆતથી બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે. 15 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રિલીઝના એક મહિના પછી પણ, ‘ Stree 2’ હજી પણ બોક્સ ઓફિસ પર મજબૂત રીતે સ્થાપિત છે.

ગઈ કાલે, અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ‘બાહુબલી 2’ ની હિન્દી ભાષામાં કમાણીનો રેકોર્ડ તોડ્યો હતો અને આજે આ ઓછા બજેટની ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે. ‘ Stree 2’એ પણ શાહરૂખ ખાનની ‘પઠાણ’ને જોરદાર હાર આપી છે.

Stree 2 collection: બાહુબલી 2 અને પઠાણને હરાવી 'સ્ત્રી 2' નીકળી
Stree 2 collection: બાહુબલી 2 અને પઠાણને હરાવી ‘સ્ત્રી 2’ નીકળી

Stree 2 – ‘પઠાણ’ કરતા આગળ

એક અહેવાલ મુજબ, ‘સ્ત્રી 2’ એ દેશભરની ટિકિટ વિન્ડો પર 516.25 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી છે. ગયા રવિવારે, ફિલ્મે 10 કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાવ્યું હતું, જેની સાથે કુલ કલેક્શન 527 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ કલેક્શન શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ‘પઠાણ’ કરતાં પણ વધારે છે. ‘પઠાણ’એ 524.53 રૂપિયાની કમાણી કરી હતી.

સ્ત્રીએ બધાને હંફાવ્યા

‘સ્ત્રી 2’ની સાથે અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ રિલીઝ થઈ હતી. અક્ષય કુમાર, તાપસી પન્નુ, વાણી કપૂર સહિતના ઘણા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જોન અબ્રાહમ અને શર્વરી વાઘની ફિલ્મ ‘વેદા’ પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. ‘સ્ત્રી 2’ એ લાંબા સમયથી બોક્સ ઓફિસ પર કોઈ સ્પર્ધાનો સામનો કર્યો નથી. કંગના રનૌતની વિવાદાસ્પદ ફિલ્મ ‘ઇમરજન્સી’ પણ સર્ટિફિકેશનમાં વિલંબને કારણે 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ શકી નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો