ડીસા પંથકમાં વાવાઝોડા અને વરસાદથી નુકસાન

0
43

વાવાઝોડાના કારણે વૃક્ષો થયા ધરાશાયી

કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર છે તેનો પ્રત્યક્ષ પુરાવા તાજેતરમાં ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં જોવા મળ્યો . બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સાંજથી જ વરસાદી વાતાવરણ બનતા ની સાથે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે ચાલુ થયો હતો તેમજ વાવાઝોડા એ પણ કોહરામ મચાવ્યો હતો. ડીસા તાલુકામાં અનેક જગ્યાએ વાવાઝોડાના કારણે બાજરીના પાકોને નુકસાન થયા હોવાની પણ ભીતી સેવાઇ છે તેમ જ વાવાઝોડાના કારણે અનેક રસ્તાઓ ઉપર વિશાળકાય વૃક્ષો પડવાથી રસ્તાઓ થોડા સમય માટે બંધ પણ થવા પામ્યા હતા.

ડીસા શહેરમાં સાઈબાબા મંદિર પાસે આવેલા મોટા મોટા હોર્ડિંગ્સ પણ  પડી ગયા હતા અમુક લોકોને ઈજા પણ થઈ હતી. વાવાઝોડાના કારણે વીજ પોલ પણ વાયર સાથે જમીન દોષ થયા હતા જેના કારણે વિદ્યુત સપ્લાય પણ બંધ થઈ જવા પામ્યો હતો. અચાનક આવેલા વરસાદ અને વાવાઝોડા ના કારણે ધુળની મોટી મોટી ડમરીઓ અને ઝડપી પવન સાથે વાવાઝોડું ચાલુ થતા શેડ તેમજ બેનરો અને મોટો નુકસાન થવા પામ્યું હતું.

કુદરતના પ્રકોપ સામે ગઈકાલે વ્યક્તિ લાચાર બન્યો હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. સદ નસીબે વાવાઝોડા અને વરસાદના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પણ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે લોકોમાં સ્પષ્ટપણે ભય જોવા પામતો હતો. આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં મોટાપાયે ડીસા તાલુકા અને શહેરમાં નુકસાન થવા પામ્યું છે અને અમુક વીજ પોળ પણ પડી ગયા છે. ડીસા તાલુકાના કાંટ પાંજરાપોળમાં પણ પશુઓ માટે બનાવેલા શેડ અને વાડા વાવાઝોડા ના કારણે તૂટી ગયા હતા જેના કારણે ગાયોની દોડધામ મચી ગઈ હતી.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ