પરાળ સળગાવવાનું બંધ કરાવો : દિલ્હીના LGની પંજાબ- હરિયાણાને અપીલ

0
155
દિલ્હીના LGએ કહ્યું કે બે કરોડ લોકો પરાળ સળગાવવાથી પરેશાન છે
દિલ્હીના LGએ કહ્યું કે બે કરોડ લોકો પરાળ સળગાવવાથી પરેશાન છે

દેશની રાજધાની દિલ્હી એન.સી.આર વિસ્તારમાં દિવસે સીવાસે હવાનું પ્રદુષણ વધી રહ્યું છે અને હવાની ગુણવત્તા તેના માપદંડો કરતા ખુબ જ નીચે બતાવી રહ્યો છે ત્યારે દિલ્હીના LGની પંજાબ અને હરિયાણા રાજ્ય સરકારોને પરાળ સળગાવવાનું બંધ કરાવવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હીના LGની અપીલ એવા સમયે આવી છે જયારે દિલ્હીના વાતાવરણમાં હાલ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે . હવાના પ્રદુષણની માત્રામાં વધારો થયો છે. શિયાળો નજીક આવતાજ દિલ્હીની સડકો અને રહેણાંક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું રહ્યું છે તે હવા પ્રદુષણ અને પરાળ સળગાવવાને કારણે ફેલાયેલો ધુમાડો છે જે માનવજાત માટે અત્યંત નુકશાન કારક છે આ ઉપરાંત પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા સુકાઈ ગયેલા પાકના કચરાને એટલેકે પરાળ સળગાવવાનું શરુ થયું છે ત્યારે ફરી એક વાર રાજ્યની રાજધાની દિલ્હીમાં પરાળ આધારિત પ્રદુષણમાં વધારો નોંધાયો છે. . પરાળ સળગાવવાને કારણે દિલ્હીની હવા AQI 257 પર આવી ચુકી છે જે આ મહિનામાં ચોથી વખત અત્યંત ખરાબ સંખ્યા છે કારણકે આ હવા પ્રદુષણની ખરાબ માત્રામાં આવે છે. દિલ્હીના LG વી,કે સક્સેનાએ હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીઓને પત્ર લખીને પરાળ સળગાવવાનું બંધ કરાવવા અપીલ કરવામાં આવી છે. અને યાદ અપાયું છેકે રાજ્યમાં ફરી એક વાર પરાળ સળગાવવાથી પ્રદુષણમાં વધારો જોવા મળી રહ્યો છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર શનિવારે મુડકામાં સૌથી ખરાબ AQI 390 નોંધાયો હતો. જયારે બવાનામાં 310, અનાદ વિહારમાં 332, દ્વારકામાં 310, નોંધાયો હતો.

દિલ્હીના LGએ કહ્યું કે બે કરોડ લોકો પરાળ સળગાવવાથી પરેશાન છે

LG MAIN

દિલ્હીના LGએ લખેલા પંજાબ અને હરિયાણાના રાજ્યને લખેલા પાત્રમાં કહ્યું છેકે પરાળ સળગાવવાને કારણે દિલ્હી અને એન.સી.આર વિસ્તારના નાગરિકો જે લગભગ બે કરોડ જેટલા છે તેઓ પરેશાન છે અને તેમના સ્વાસ્થને અસર થઇ રહી છે. પ્રદુશાનનું સ્તર વધુ ને વધુ દિવસે અને દિવસે વધી રહ્યું છે. આ વધતા પ્રદુષણના સ્તર પાછળ પાંચ રાજ્યો જવાબદાર છે. પંજાબ એક માત્ર રાજ્ય છે જેણે આ બાબતે સકારાત્મક વલણ બતાવ્યું ન હતું. આ ઉપરાંત હરિયાણાની હવામાં પારસ, ઔદ્યોગિક કચરો સળગાવવાના અને પરાળ સળગાવવાના બનતા કિસ્સાઓમાં વધારો થતા હરિયાણા સોનીપત , બહાદુર ગઢ, સૌથી વધારે પ્રદુષિત શહેરોમાં હતા,.

1

એક તરફ દિલ્હીના LGએ પંજાબ અને હરીયાનાએ પત્ર લખીને અપીલ કરી છે ત્યારે દિલ્હી સરકારે પણ વાયુ પ્રદુષણને લઈને ખુબ જ ગંભીર છે. 21 બાંધકામ સાઈટને નોટીસ આપવામાં આવી છે. અને લગભગ 8.35 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદુષણ પર નીયંત્ર લેવા માટે એક વિશેષ અભિયાન પણ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

દિલ્એહી સરકારના એક્શન પ્લાન સહિતના વિવિધ ઉપાયો અને સતત તીનોને હવા પ્રદુષણની માત્રામાં વધારો કે ઘટાડો પર નજર રાખવાની સુચના પણ આપવામાં આવી છે.