StockMarketUpdate :ભારતીય શેરબજાર માટે આજનો દિવસ (24 માર્ચ) ખૂબ જ પોઝિટિવ રહ્યો છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા સારા સંકેતોને કારણે ભારતીય શેરબજારના બંને મુખ્ય ઈન્ડેક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલી આ તેજી પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન મુખ્ય કારણ માનવામાં આવે છે.
StockMarketUpdate :બજારની આજની સ્થિતિ:

- સેન્સેક્સ: 650 પોઈન્ટ (0.88%) ના ઉછાળા સાથે 73,300 ના સ્તરે ટ્રેડિંગ.
- નિફ્ટી: 200 પોઈન્ટ (0.86%) વધીને 22,700 ની સપાટી વટાવી.
- ટોપ સેક્ટર્સ: બેન્કિંગ અને ઓટોમોબાઈલ શેર્સમાં રોકાણકારોની ભારે લેવાલી.
StockMarketUpdate: કેમ આવી અચાનક તેજી? (ટ્રમ્પ કનેક્શન)
શેરબજારમાં આવેલી આ તેજીનું સીધું કનેક્શન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેના વિવાદમાં ઈરાની પાવર પ્લાન્ટ્સ પર થનારા સૈન્ય હુમલાને હાલ 5 દિવસ માટે ટાળી દેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત બાદ આ નિર્ણય લેવાયો છે, જેનાથી યુદ્ધનો ખતરો હાલ પૂરતો ટળ્યો હોવાનું અનુભવાતા રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.
ક્રૂડ ઓઈલ અને ઈંધણની સ્થિતિ

યુદ્ધમાં વિરામના સમાચાર વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે:
- બ્રેન્ટ ક્રૂડ 4% વધીને 104 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે.
- જોકે, ગઈકાલે ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઈલ 113 ડોલરથી ઘટીને 100 ડોલરની નીચે આવી ગયું હતું, પણ આજે ફરી તેમાં આંશિક તેજી જોવા મળી છે.
વૈશ્વિક બજારોની સ્થિતિ:
ભારતની સાથે એશિયન અને અમેરિકી બજારોમાં પણ ગ્રીન સિગ્નલ જોવા મળ્યું છે:
- એશિયા: જાપાનનો નિકેઈ 0.77%, સાઉથ કોરિયાનો કોસ્પી 1.74% અને ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ 0.95% વધ્યા છે.
- અમેરિકા: 23 માર્ચના રોજ ડાઉ જોન્સ 631 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો, જેની પોઝિટિવ અસર આજે ભારતીય બજાર પર પડી છે.




