Stock Market : ભારતીય શેરબજાર ઓલટાઈમ હાઈ, સતત બીજા દિવસે શેરધારકોને મજા–મજા  

0
109
Stock Market
Stock Market

Stock Market :  શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, જોકે શરૂઆતી ઉતાર બાદ શેરબજારે ઓલટાઈમ હાઈ આંકડાને સ્પર્શી 79000 સપાટી વટાવી દીધી હતી, જયારે નિફ્ટી 50 પણ ઓલટાઈમ હાઈના 24000 ના આંકની નજીક પહોંચી ગયું છે, સમાચાર લખાઈ રહ્યા છે (12:37 PM ) ત્યાં સુધી સેન્સેક્સ 419 પોઈન્ટના ઉછાળા સાથે 79094 પર ટ્રેન્ડ કરી રહ્યો છે, જયારે નિફ્ટી   119 પોઈન્ટના ઉછાળા સાથે 23987 પોઈન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે,      

Stock Market

Stock Market :   સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર ઉતાર-ચઢાવ સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, પ્રારંભિક નબળાઈને દૂર કર્યા પછી, બજાર નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. જોકે, બજારમાં ફરી ઉપરના સ્તરે વેચવાલી જોવા મળી હતી.

Stock Market

Stock Market :   ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 79000ને પાર કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી પણ પહેલીવાર 24000ની નજીક પહોંચી ગયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 79033.91ની નવી ટોચે પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન નિફ્ટી પણ 23,974.70ની સર્વોચ્ચ સપાટીએ પહોંચવામાં સફળ રહ્યો હતો.

Stock Market :   ગઈકાલે બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું

Stock Market


અગાઉ ગઈકાલે એટલે કે 26 જૂને શેરબજારે સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર હતું. સેન્સેક્સ 620 પોઈન્ટના વધારા સાથે 78,674ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 147 પોઈન્ટનો વધારો થયો હતો. 23,868ના રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. આજે શરૂઆતમાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 78,759ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 23,889ના સ્તરને સ્પર્શ કર્યો હતો. ગઈકાલે એટલે કે 26મી જૂને પણ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ પર હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો