શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના લાખો કરોડો ધોવાયા  

0
144
Stock Market Crash
Stock Market Crash

Stock Market Crash  : સોમવારે સ્ટોક માર્કેટ બંધ રહ્યાં બાદ મંગળવારે એટલેકે, આજે સવારે શરૂઆતમાં માહોલ જામ્યો હતો. સવારે લગભગ 400 અંકથી તેજીમાં હતુ બજાર. મંગળવારે તેજી સાથે ખુલેલું શેર બજાર બપોર થતા થતાં તો ધડામ દઈને પડ્યું. રોકાણકારોને આવ્યો રાતાપાણીએ રોવાનો વારો. શેરબજારમાં કડાકો…સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ્સ ઘટ્યો; દિવસની શરૂઆતમાં નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારના મજબૂત સંકેતોના આધારે ભારતીય શેરબજારમાં વધારો થવાની ધારણા છે. સોમવારે શેર અને ચલણ બજારો બંધ રહ્યા હતા.

Stock Market Crash

Stock Market Crash : સવારે તેજી સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 1800 પોઈન્ટ નીચે આવી ગયો છે. નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીથી 500 પોઈન્ટ ઘટી ગયો છે. જ્યારે મિડ કેપ ઈન્ડેક્સમાં સવારના ઊંચા સ્તરેથી 2200 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 1154 પોઈન્ટના ઘટાડા સાથે 71000ની નીચે 70227 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 364 પોઇન્ટના ઘટાડા સાથે 21206 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

Stock Market Crash  : BSE માર્કેટ કેપ 5.78 લાખ કરોડ રૂપિયા નીચે આવ્યું

Stock Market Crash

Stock Market Crash : ભારતીય શેરબજારમાં આવેલા આ ઘટાડાના કારણે રોકાણકારોને અત્યાર સુધી લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 368.60 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 374.38 લાખ કરોડ હતું. BSE માર્કેટ કેપ 5.78 લાખ કરોડ રૂપિયા નીચે આવી ચૂક્યું છે.

Stock Market Crash  : બેન્કિંગ સ્ટોક્સમાં જબરદસ્ત ઘટાડો

Stock Market Crash

Stock Market Crash  : બજારમાં બેન્કિંગ સ્ટોક્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના બેન્કિંગ સ્ટોક્સનું ઇન્ડેક્સ બેંક નિફ્ટી 995 પોઈન્ટ્સના ઘટાડા સાથે 45062 પર ટ્રેડ કરી રહ્યું છે. બેંક નિફ્ટીના 12 શેરમાંથી 11 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર ICICI બેંકના સ્ટોકમાં વધારો થઇ રહ્યો છે. FMCG અને એનર્જી શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, ઓટો શેરોમાં પણ રોકાણકારો નફો મેળવી રહ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો

પ્રજાસત્તાક દિવસે દુનિયા જોશે ભારતની તાકાત. પરેડમાં આ શસ્ત્રને કરવામાં આવ્યું સામેલ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.