STOCK MARKET :  શેરબજારમાં આજે તેજી..જ..તેજી…. ગ્રીન સિગ્નલ સાથે બંધ થયું માર્કેટ   

0
169
STOCK MARKET
STOCK MARKET

STOCK MARKET :  શેરબજારમાં આજે ભારે વોલિટિલિટી બાદ છેલ્લી ઘડીમાં સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળો નોંધાતા રોકાણકારો મોજમાં આવ્યા હતા. સેન્સેક્સમાં આજે 1219.5 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 676.69 પોઈન્ટ ઉછળી 73663.72 પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ 203.30 પોઈન્ટ ઉછળી 22403.85 પર બંધ આપ્યુ હતું.

STOCK MARKET

STOCK MARKET :   નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે છેલ્લા કલાકોમાં માર્કેટમાં જબરદસ્ત ખરીદી જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન દિવસના નીચલા સ્તરથી બજારમાં તેજી રિકવરી રહી, જેના બાદ તે ઉપરી સ્તર પર બંધ થયો છે. BSEના લગભગ તમામ સેક્ટર ઈન્ડેક્સમાં તેજી છે. મિડકેપમાં આજે પણ લગભગ 1 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઈન્ડેક્સ 450 અંકના વધારા સાથે બંધ રહ્યો છે. સેક્ટોરલ ફ્રન્ટ પર આઈટી અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદી જોવા મળી છે.

STOCK MARKET

STOCK MARKET :   આજના ઉછાળા સાથે નિફ્ટી તેની 2 સપ્તાહના ઉપરી સ્તર પર પહોંચવામાં સફળ રહ્યો છે. નિફ્ટી 22,400ને પાર પહોંચવામાં સફળ રહ્યો છે. આજના વધારા સાથે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. નિફ્ટીની તેજીમાં આજે સૌથી વધારે યોગદાન એચડીએફસી બેન્ક, ઈન્ફોસીસ, ભારતી એરટેલ, એમએન્ડએમ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નામ રહ્યો છે.

STOCK MARKET

STOCK MARKET :   શેરબજારમાં સુધારા પાછળના કારણો

1.             ભારતીય શેરબજારનો ફિઅર ઈન્ડેક્સ ઈન્ડિયા VIX આજે 1.36 ટકા ઘટી 20 પર બંધ રહ્યો છે. જે માર્કેટમાં તેજી તરફી સંકેત આપે છે.

2.             વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે વૈશ્વિક શેરબજારોમાં ઉછાળાની અસર

3.             અમેરિકાનો ફુગાવો ઘટતાં ફેડ આ વર્ષે સપ્ટેમ્બરથી રેટમાં ઘટાડો કરે તેવી તીવ્ર શક્યતાએ ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો

4.             લોકસભા ચૂંટણી 2024માં ફરી પાછી એનડીએ લહેર (350થી 400 સીટ મળવાની અટકળો)માં વધારો

5.             પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામોના પગલે મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર સેગમેન્ટના શેરોમાં તેજી

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો