Home State Gujarat રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ

રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ

0
674
રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ
રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ

આ વર્ષે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ હતી. વલસાડ ખાતે મુખ્યમંત્રીએ 77માં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કર્યું હતું. મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાને 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. સ્વતંત્રતા દિવસ પર વલસાડ જીલ્લામાં અંદાજે એકસો કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું. આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.મુખ્યમંત્રીએ વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું. પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 77માં સ્વાતંત્ર્ય દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ. રાષ્ટ્રીય પર્વે માતૃભૂમિનું ગૌરવ વધારવા અને અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપવા સંકલ્પ કરીએ.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8.30 કલાકે કુડાસણ ખાતેના અર્બેનિયા મોલથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માન. મેયર હિતેષભાઈ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન જશવંતભાઈ પટેલ,  મ્યુનિ. કમિશનર જે.એન. વાઘેલા, ડે. મ્યુનિ. કમિશનરશ્રી કેયૂર જેઠવા અને કાઉન્સિલર દ્વારા તિરંગા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અર્બેનિયા મોલથી રિલાયંસ ચાર રસ્તા, અપના અડ્ડા થઈને સરદાર ચોક સુધી યાત્રા ચાલી હતી. જેમાં અંદાજે 10 હજાર જેટલા નગરજનો, શાળાના બાળકો, પોલિસના જવાનો, ડિફેન્સ એકેડમીના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાથી ગાંધીનગર તિરંગામય બનીને દેશભક્તિના રંગે રંગાયું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

CR PATIL

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સ્વતંત્રતા અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ને સલામી આપી ત્યાર બાદ તેમને કરેલા સંબોધનમાં કહ્યું કે 77માં આઝાદી પર્વ નિમિતે દર વર્ષે આઝાદી પર્વની ઉજવણીનું આયોજન થાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન ચાલે છે અને દેશ માટે બલિદાન આપનારા આપણા શહીદ વીરોને વિશેષ રીતે યાદ કરવામાં આવે છે.આ દેશની સ્વતંત્રતા સામે આવનાર કોઈપણ અડચનમાં દેશનો યુવાન પોતાનું બલિદાન આપવા પાછીપાની કરશે નહિ.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે