અમદાવાદમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ

0
215

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર બાદ ભાજપે  2024 લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  અમદાવાદના ટાગોર હોલમાં ભાજપની એક દિવસીય પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં  મહત્વાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશ કારોબારીને લઇ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે  આ બેઠક ખુબ મહત્વની છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે  આગામી લોકસભામાં ફરીથી ગુજરાતમાં  26માંથી 26 સીટ ભાજપ જીતશે.