છત્તીસગઢમાં કોંગ્રેસનાં કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું 

0
35

રાહુલ ગાંધીની સાંસદની સદસ્યતા રદ્દ કરાવમાં આવતા કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.છત્તીસગઢમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન સ્ટેજ તૂટી પડ્યો હતો.છત્તીસગઢના બિલાસપુરમાં રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા નાબૂદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી મશાલ રેલી દરમિયાન મંચ તૂટી ગયો હતો. જે બાદ તમામ આગેવાનો અને કાર્યકરો નીચે ઉતર્યા હતા. ઘટનામાં કોઈને મોટી ઈજા થઈ ન હતી.સ્ટેજ ધરાશાયી થયા બાદ થોડીવાર માટે ઘટનાસ્થળે ગભરાટનો માહોલ સર્જાયો હતો. પરંતુ થોડા સમય બાદ મામલો શાંત પડ્યો હતો.સોશ્યલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.