SpiceJet lay off: ભારતમાં એર ટ્રાવેલર્સની સંખ્યા સતત વધતી જાય છે, પરંતુ એરલાઈન્સ કમાણી કરવાના બદલે ખોટ કરી રહી છે. મોટા ભાગની એરલાઈનોની નાણાકીય હાલત બહુ નબળી છે જેમાં સ્પાઈસજેટ પણ સામેલ છે. તેના કારણે સ્પાઈસજેટે 1400 લોકોની છટણી કરવાનો નિર્ણય લીધો છે. સ્પાઈસ જેટના કુલ સ્ટાફમાંથી લગભગ 15 ટકા લોકોને ઘરભેગા કરી દેવામાં આવશે. સ્પાઈસ જેટ પોતાનો ખર્ચ ઘટાડવા અને રોકાણકારોનો રસ ટકાવી રાખવા માટે 1400 લોકોનો ભોગ લેવા જઈ રહી છે.

SpiceJet lay off મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં છટણીનો દોર પણ ચાલુ છે ત્યારે ભારતમાં પણ હવે છટણીનો માહોલ ચાલુ થયો છે. તાજેતરમાં ભારતની બજેટ એરલાઈન સ્પાઈસજેટે હજારો કર્મચારીઓની નોકરીઓ પર કાતર ફેરવવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે.
SpiceJet lay off : પગાર પાછળ 60 કરોડ રૂપિયાનો ખર્ચ

સ્પાઈસજેટ દર વર્ષે લોકોના પગાર પાછળ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેના કારણે સ્ટાફ કાપ જરૂરી બની ગયો છે, એમ આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું. એક વ્યક્તિએ કહ્યું કે “અમુક લોકોને પહેલેથી જ કૉલ્સ કરવાનું શરૂ થઈ ગયું છે. તેમને જણાવાયું છે કે તેમની જોબ પૂરી થઈ ગઈ છે.” આ ઉપરાંત સ્પાઇસજેટ ઘણા મહિનાઓથી પગાર ચૂકવવામાં પણ ઘણો બધો વિલંબ કરી રહી છે. ઘણાને હજુ સુધી તેમનો જાન્યુઆરીનો પગાર મળ્યો નથી.
SpiceJet lay off : કંપની પાસે કેટલાં વિમાન?

કંપની પાસે હાલમાં 30 વિમાનનો કાફલો છે જેમાં 8 લીઝ પર લીધેલા છે. અહેવાલ અનુસાર એરલાઇન્સ દ્વારા છટણીના આ અહેવાલોની પુષ્ટી પણ કરાઈ હતી. કંપની પર રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે ખર્ચ ઘટાડવા દબાણ વધી રહ્યું છે. કંપનીના તમામ કર્મચારીઓનું સેલરી બિલ 60 કરોડ રૂ. થઈ ગયું છે. એવામાં કંપની ખર્ચ ઘટાડવા દરેક સંભવ પ્રયાસ કરવા મજબૂર છે. આ છટણી પણ તેનો જ એક ભાગ છે.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने