કેરળ પોલીસે એર્નાકુલમ જિલ્લામાં એક 5 વર્ષીય ગુમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવ્યા બાદ બાળકી ને ન બચાવી શકવા બદલ માફી માગી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે એક પ્રવાસી શ્રમિક દ્વારા બાળકી ને તેના ઘરથી અપહરણ કર્યા બાદ તેનું યૌન ઉત્પીડન કરાયું અને ગળે ટૂંપો આપી તેની હત્યા કરી દેવાઈ.
કેરળ પોલીસની હૃદયસ્પર્શી ટ્વિટ… માગી માફી
રાતભર શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ સવારે એક ડમ્પ સાઈટ પર મળી આવ્યો હતો. આ ઘટનામાં બાળકીને બચાવવામાં નિષ્ફળ રહેવા બદલ પોલીસે નિરાશા વ્યક્ત કરી હતી. એક ટ્વિટ કરીને કેરળ પોલીસે કહ્યું કે ” સોરી દીકરી” મલયાલમ ભાષામાં લખેલી આ પોસ્ટમાં કેરળ પોલીસે આગળ કહ્યું કે તેના માતા પિતા પાસે અમે તેને જીવિત ન લાવી શક્યા. બાળકીનું અપહરણ કરનારા શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
મામલો શું હતો?
ગત દિવસોમાં કેરળથી એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી હતી. અહીં એક પાંચ વર્ષની એક બાળકી સાથે એક વ્યક્તિએ પહેલાં દુષ્કર્મ કર્યું અને તેને ગળે ટૂંપો આપી તેની હત્યા કરી દીધી. બાળકીની હત્યા કર્યા બાદ આરોપીએ તેના શબને થેલામાં ભરીને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી.