Home State Gujarat Somnath Swabhiman Parv:હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ શિવમય: નાગા સાધુઓની ઐતિહાસિક...

Somnath Swabhiman Parv:હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ શિવમય: નાગા સાધુઓની ઐતિહાસિક રવાડી,

0
369
Somnath Swabhiman Parv
Somnath Swabhiman Parv

Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ નગરીએ એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ દ્રશ્ય જોયું છે. હજારો વર્ષોથી શ્રદ્ધાનું મહાકેન્દ્ર રહેલા સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર નાગા સાધુઓની ભવ્ય રવાડી નીકળી હતી.

Somnath Swabhiman Parv

Somnath Swabhiman Parv: પ્રથમવાર સોમનાથમાં નાગા સાધુઓની રવાડી

સામાન્ય રીતે જૂનાગઢના ભવનાથ મહાદેવના મેળામાં જોવા મળતી નાગા સાધુઓની રવાડી પ્રથમવાર સોમનાથમાં યોજાતા સમગ્ર શહેર શિવમય બની ગયું હતું. દિગમ્બર નાગા સાધુઓએ શસ્ત્ર પ્રદર્શન, અંગકસરત અને શૌર્યના દાવ રજૂ કરીને હાજર રહેલા લાખો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઢોલ-તાશાના ગુંજતા નાદ વચ્ચે “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના જયઘોષથી આખો માર્ગ ગુંજ્યો હતો.

Somnath Swabhiman Parv

Somnath Swabhiman Parv: શૌર્ય અને ભક્તિનો અનોખો સંગમ

રવાડી દરમિયાન અંદાજે 50થી વધુ કલાકારોએ ઢોલ-તાશા સાથે એવો ઉત્સાહભર્યો માહોલ સર્જ્યો કે કેટલાંક ઢોલ પણ તૂટી ગયા. ભક્તિ અને શૌર્યના આ અનોખા સંગમે શ્રદ્ધાળુઓમાં નવી ઊર્જા ભરી દીધી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વે ઇતિહાસ, પરંપરા અને આત્મગૌરવનું જીવંત ચિત્ર ઉભું કર્યું.

Somnath Swabhiman Parv: શૌર્યયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી

સ્વાભિમાન પર્વના મુખ્ય આકર્ષણ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (10 જાન્યુઆરી) સાંજે 5:25 વાગ્યે સોમનાથ પહોંચશે. તેઓ રાત્રિ રોકાણ કરી મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. આવતીકાલે (11 જાન્યુઆરી) સવારે 6:45 વાગ્યે શંખ સર્કલથી નીકળનારી ભવ્ય શૌર્યયાત્રામાં વડાપ્રધાન જાતે હાજરી આપશે. ત્યારબાદ સદ્‌ભાવના ગ્રાઉન્ડ ખાતે તેઓ વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.

 લાખો શ્રદ્ધાળુઓ માટે વિશાળ વ્યવસ્થા

Somnath Swabhiman Parv

વડાપ્રધાનના આગમન અને આ ઐતિહાસિક પર્વને લઈને સોમનાથમાં અભૂતપૂર્વ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચે તે માટે 2000 એસ.ટી. બસો, 1000 ખાનગી બસો તથા ચાર મહાનગરોથી ખાસ “ટિકિટ વગરની” ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પાર્કિંગ, સુરક્ષા અને ટ્રાફિક માટે વિશાળ આયોજન સાથે સમગ્ર સોમનાથને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક મહોત્સવ નહીં પરંતુ ભારતના આત્મગૌરવ, શૌર્ય અને શ્રદ્ધાની જીવંત ઉજવણી બની રહ્યો છે.

આ પણ વાંચો :PM Modi in Gujarat:PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે