ક્યારેક સાંભળ્યુ છે ! ઈએમઆઇ ઉપર કેરી-નવી ઓફર

0
160

આજકાલ હપ્તા પર લગભગ દરેક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા અથવા વાપરવાનું ચલણ વધી ગયું છે. એક રીતે જોઈએ તો આ ખોટું પણ નથી કારણ કે વધતી જતી મોંઘવારી સાથે મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગના લોકો સામે તેમના શોખ પૂરા કરવા મોટો પડકાર છે. વસ્તુઓની વધતી કિંમતો સારી કમાણી કરનાર વ્યક્તિને પણ તેના ખર્ચમાં ઘટાડો કરવા મજબૂર કરે છે. અત્યાર સુધી તમે કાર, ઘર, ફોન જેવી ઘણી જરૂરી વસ્તુઓ હપ્તે વેચાતી જોઈ હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે તમે હ

પૂણેના આનંદ નગરમાં ‘ગ્રીન કેરી’ના માલિક ગૌરવ સનસ, આલ્ફોન્સો કેરી પ્રેમીઓને તેમની આર્થિક ચિંતાઓને બાજુ પર રાખીને ફળોના રાજાને હૃદયથી માણવાની અપીલ કરી રહ્યા છે. સુનાસે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની પાસેથી પોઇન્ટ-ઓફ-સેલ (POS) મશીનો ઇન્સ્ટોલ કર્યા છે, જે તેને ક્રેડિટ કાર્ડ્સ અને કેટલાક ડેબિટ કાર્ડ્સ પરના બિલની રકમને ત્રણથી 18 EMIમાં કન્વર્ટ કરવાની પરવાનગી આપે છે.

સનાસે કહ્યું, “ઘણા પરિવારો માટે દેવગઢ હાપુસ જેવા ફ્રુટ એક લક્ઝરી છે કારણ કે તે ખૂબ જ મોંઘા છે. મેં જોયું છે કે જે લોકો આ પ્રીમિયમ કેરી ખરીદવા માંગે છે પરંતુ નાણાકીય કારણોસર ખરીદતા નથી અથવા કવોન્ટીટીમાં ઘટાડો કરે છે.”

પેટીએમના માણસોએ મારી પાસે પીઓએસ મશીનો લેવા સંપર્ક કર્યો અને તેમાં બિલને નજીવી કિંમતે ઈએમઆઈમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ પણ આપ્યો તો મને તેમાં બિઝનેસની તક અને ગ્રાહકોની સમસ્યાનું સમાધાન દેખાયું, તેમ સનસે ઉમેર્યું હતુ.

સનસ અનુસાર દેવગઢ હાપુસના એક બોક્સની કિંમત આશરે રૂ. 4000 (રૂ. 600થી રૂ. 1300 પ્રતિ ડઝન) છે. જો કોઈ ખરીદદાર આ રકમ એક જ વારમાં ચૂકવવામાં અસમર્થ હોય તો તેઓ રકમને 700 રૂપિયાના 6 EMIમાં કન્વર્ટ કરવાનું પસંદ કરી શકે છે. આમાં બેંકનો કન્વર્ઝન ચાર્જ પણ સામેલ છે.

આ પ્રમોશન પ્લાન મંગળવારે લોન્ચ કરવામાં આવ્યો છે અને બે ગ્રાહકો પહેલાથી જ તેમના કાર્ડ સ્વાઇપ કરી ચૂક્યા છે જેમાંથી એક ગ્રાહકે 30,000 રૂપિયાની કેરી ખરીદી છે.

મહારાષ્ટ્રમાં ખાસ કરીને ગુડી પડવા અને અક્ષય તૃતીયા વચ્ચે કેરીની ભારે માંગ છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે ફળોની આવક સરેરાશથી ઓછી હોવાનું કહેવાય છે, જેથી ભાવ સામાન્ય કરતા વધુ રહ્યા છે.