
Soft Porn Star: હિમાચલ,ની મંડી સીટ પરથી ભાજપના ઉમેદવાર, બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસની સોશિયલ મીડિયા ચીફ સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક ટિપ્પણી માટે ટીકા કરી હતી. કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દરેક મહિલા સન્માનની હકદાર છે.જોકે આ વાત સાચ્ચી પણ છે, આ તમામ બાબતોની વચ્ચે હવે કંગના રનૌતનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે?: કોંગ્રેસ નેતા
કોંગ્રેસનાં સુપ્રિયાએ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી કંગના રનૌતની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરની સાથે તેણે લખ્યું હતું કે, શું કોઈ કહી શકે છે કે મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે? આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કંગનાને મંડી સીટ પરથી ઉતારી છે. આવી સ્થિતિમાં આ અંગે રાજકારણ પણ તેજ બન્યું છે. હવે કંગનાએ આ અભદ્ર પોસ્ટ પર જોરદાર હુમલો કર્યો છે.
કંગના રનૌતે એક્સ-પોસ્ટમાં પોતાના ફિલ્મી કેરિયરના કિરદારની વાતો કરી અને અંતમાં તેને લખ્યું હતું કે
દરેક સ્ત્રી સન્માનની હકદાર છે
Soft Porn Star: કંગના રનૌતનો જૂનો વિડીયો વાયરલ
સુપ્રિયા શ્રીનેતે પોસ્ટ ડિલીટ કરીને સ્પષ્ટતા કરી છે, કંગના રનૌતે આ જ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે દરેક મહિલા સન્માનની હકદાર છે. હવે કંગના રનૌતનો એક ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેણે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને ‘સોફ્ટ પોર્ન સ્ટાર’ (Soft Porn Star) કહી હતી. તેમજ તેને કહ્યું હતું કે એક સોફ્ટ પોર્ન સ્ટારને ટિકિટ આપવામાં આવી રહી છે. આ તમામ બાબતો વચ્ચે શું કંગના હવે ઉર્મિલા માતોંડકરની માફી માંગશે કે કેમ તે જોવાનું રહ્યું.
IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો